મોસાલી, તા.૩૦
તડકેશ્વર થી માંગરોળ આવતાં રાજ્ય ધોરીમાર્ગ ઉપર આજે સવારે દશ વાગ્યાની આસપાસ એક મોટરસાયકલ એક પીક અપ બલેરો સાથે ભટકાતા મોટરસાયકલ ઉપર સવાર કરી રહેલા ત્રણને ઇજાઓ થવા પામી છે.
હરીયાલ ગામે આવેલ રામૂજી વેફર્સ બનાવતી કંપનીમાં કામ કરતાં રવિદાસ ચંદુભાઈ વસાવા,શર્મિલા નવાભાઈ વસાવા, ગુરમાં ગંભીરભાઈ વસાવા (રહેવાસી મરીગામ, તાલુકા ડેડીયાપાડા) મોટરસાયકલ ઉપર રાજ્ય ધોરીમાર્ગ ઉપરથી પસાર થઈ રહ્યા હતા,ત્યારે માંગરોળ તાલુકાનાં ઝાંખરડા ગામ પાસે માંગરોળ થી તડકેશ્વર તરફ જઈ રહેલી બોલેરો પીક અપ સાથે ભટકાતા મોટર સાયકલ ઉપર મુસાફરી કરી રહેલા ઉપરોક્ત ત્રણમાંથી ચાલકને માથામાં, હાથે, પગે, શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે બે મહિલાઓનાં એક એક પગે ફેક્ચર થયું હતું, આ ત્રણને માંગરોળની સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે લાવી પ્રાથમિક સારવાર આપ્યા બાદ સુરત ખાતે રવાના કરવામાં આવ્યા હતા, ચાલકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.