(એજન્સી) તા.૧૯
પાછલા વર્ષે ૧૮ જૂને ચોરીના કથિત આરોપમાં થાંભલા સાથે બાંધીને અન્સારીને કથિત રીતે અનેક કલાકો સુધી મારવામાં આવ્યો હતો. તે દરમ્યાન તેની પાસે ‘જય શ્રીરામ’ અને ‘જય બજરંગ બલી’ના સૂત્રોચ્ચાર પણ લગાવ્યા હતા. રર જૂને એક હોસ્પિટલમાં ચાર દિવસ પછી તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. તબરેઝ અન્સારીની પત્ની સાહિસ્તા પરવીને જણાવ્યું કે મુખ્યમંત્રીથી મળ્યા પછી મેં આ કેસની સીબીઆઈ તપાસ અને મારા પતિના કેસમાં એક ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા દરરોજ સુનાવણીની માંગ કરી છે. જે સરાયકેલાના પ્રથમ એડિશનલ જિલ્લા અને સત્ર ન્યાયલાયની અદાલતમાં સ્થગિત છે. હું રાજ્ય સરકારની નોકરી સાથે રપ લાખ રૂપિયાની નાણાકીય સહાય ઈચ્છું છું. પરવીને આગળ જણાવ્યું કે જ્યારે તે છ મહિના પહેલા મુખ્યંત્રી સોરેનને મળી હતી તો તેમણે તેને પોતાનો પુરો સહયોગ આપવાનું આશ્વાસન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે તેણે પહેલા આપવામાં આવેલા આશ્વાસનોના આધારે જ ફરી તેમની સાથે મુલાકાત કરી છે.
Recent Comments