‘‘આ ભારત છે તાલિબાન નહીં, અફઘનિસ્તાન મોકલી દઇશું’’ : કોંગ્રેસ ગઠબંધન શાસિત રાજ્યમાં પણ પોલીસ બેફામ
જમશેદપુરના કદમા પોલીસ સ્ટેશનમાં ખોટા કેસમાં ફસાવવા માટે આરઝૂ અને ઔરંગઝેબને બોલાવી પોલીસ દ્વારા ઢોરમાર માર્યો, ધર્મ વિશે ગંદી ગાળો બોલી ગુનો કબૂલ કરવા માટે દબાણ કરાયું
સ્થાનિકો દ્વારા બંને પર અત્યાચાર મુદ્દે સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસને આવેદન અપાયું, અપરાધી તમામ પોલીસ કર્મીઓને આકરામાં આકરી સજા કરવા માગ કરાઇ, પોલીસે ફરિયાદ ન લેતાં કોર્ટમાં ફરિયાદ દાખલ કરાઈ
(એજન્સી) જમશેદપુર, તા. ૨
ઝારખંડના જમશેદપુરના કદમા પોલીસ સ્ટેશનમાં બે મુસ્લિમ પુરૂષોને ભારે ત્રાસ આપી તેમને એકબીજા સાથે સેક્સ કરવાનું દબાણ કરાયું અને અફઘાનિસ્તાન મોકલી દેવાની ધમકી આપતો કિસ્સો બહાર આવ્યો છે. મોહમ્મદ આરઝૂ અને મોહમ્મદ ઔરંગઝેબે કહ્યું કે, ૨૬મી ઓગસ્ટે કદમા પોલીસ સ્ટેશનમાં આ ઘટના બની હતી જેમાં સાત પોલીસકર્મીઓ સામેલ હતા. તેમણે કહ્યું કે, પોલીસકર્મીઓ મુસ્લિમો વિરૂદ્ધ ગાળો ભાંડી રહ્યા હતા અને એટલે સુધી કે પયગમ્બર હઝરત મુહમ્મદ(સ.અ.વ.) અંગે વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી. સમાચાર એજન્સી સાથે વાત કરતાં ઔરંગઝેબે કહ્યું કે, ‘‘જ્યારે મેં મારૂં નામ મોહંમદ ઔરંગઝેબ બતાવ્યું ત્યારે તેઓએ કહ્યું કે, મોહમ્મદ ગુજરી ગયા અને ઔરંગઝેબ બાકી છે.’’ આ બે વ્યક્તિએ બાદમાં પૂર્વ સિંઘબૂમના સિનિયર એસપી એમ તમિલ વનાનને ફરિયાદ કરતો એક પત્ર લખ્યો હતો. પોલીસે તેમની ફરિયાદને એફઆઇઆરમાં પરિવર્તિત કરી ન હતી. ત્યારબાદ આ કેસ સીધો જિલ્લા કોર્ટમાં નોંધાયો હતો જેમાં ઝારખંડ એકતા મોરચા સાથે સંકળાયેલા કાર્યકર આફતાબ આલમે દાખલ કરી હતી. એક મહિલા અને એક પુરૂષ પ્રેમમાં પડ્યા બાદ આ બંને વ્યક્તિને ફરીવાર પૂછપરછ
પોલીસે એક વ્યક્તિ વિરૂદ્ધ અપહરણનો કેસ બનાવ્યો અને આરોપ મુક્યો કે, ઔરંગઝેબ તેનો મિત્ર છે. આ બંને વ્યક્તિને મેડીકલ રિપોર્ટ ૨૭મી ઓગસ્ટના રોજ મોડી રાતે ૨.૦૦ વાગે થયા હતા જેમાં કથિત રીતે હુમલાનો કેસ બનાવાયો હતો. તેઓને દવાઓ પણ અપાઇ હતી. જ્યારે ઔરંગઝેબને મગજનું સીટી સ્કેન કરવાનું કહેવાયું હતુ.ં ઔરંગઝેબે પોતાની આપવીતી વર્ણવતા કહ્યું કે, પોલીસે એક હિંદુ મહિલાના મુસ્લિમ પુરૂષ સાથે પ્રેમ સંબંધ મામલે અમને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા અને તેમને સાથ આપવાનો ખોટી રીતે આરોપ મુક્યો હતો. આરઝૂ અને ઔરંગઝેબે જ્યારે આરોપોનો ઇન્કાર કર્યો ત્યારે પોલીસે તેમના પર અત્યાચાર ગુજાર્યો હતો. આરઝૂએ કહ્યું કે, તેઓએ અમને લોકઅપમાં બહુ માર માર્યો અને પછી દવાઓ આપી. ઔરંગઝેબે કહ્યું કે, પોલીસે મને યુવક-યુવતી વિશે પૂછ્યું પણ મેં કહ્યું કે, મને કાંઇ ખબર નથી. તે મારી સાથે ફેબ્રીકેશનનુ કામ કરે છે પણ તેના વિશે વધુ માહિતી નથી. તેમ કહેતાં જ પોલીસે ગાળો આપીને ખૂબ માર માર્યો હતો.‘‘આ ભારત છે, તમે હિંદુ યુવતી સાથે પ્રેમ કરશો ? શું તમે આને તાલિબાન બનાવવા માગો છો. અમે તમને અફઘાનિસ્તાન મોકલી દઇશું. પૂછપરછ દરમિયાન પોલીસે મોઢા પર ઘણા તમાચા માર્યા. મારી માતા અને બહેન વિશે ઘણી ગંદી ગાળો અપાઇ. તેણે કહ્યું કે, પોલીસકર્મીઓએ આરઝૂ સાથે મને સેક્સ કરવાનું કહ્યું હતું. જ્યારે હું તેમના આ કૃત્ય સામે રડવા લાગ્યો અને કહ્યું કે મારી પાસે આ ગુનો ના કરાવો. તે બાદ પોલીસે તેને ક્રિકેટના સ્ટમ્પથી માર્યો હતો. અને અમે વેક્સિન નહીં લીધી હોવાથી તેઓ ગાળો બોલી કહેતા હતા કે, ‘‘શું અલ્લાહે વેક્સિન લેવા માટે મનાઇ કરી છે, શું તેમને ખોટું લાગશે.’’ ઔરંગઝેબે કહ્યું કે, મને ધર્મ બાબતે અનેક ગંદી ગાળો બોલાઇ હતી અને સ્ટમ્પ તથા સ્લીપરથી માર મરાયો હતો. આ ઘટનાના જોરદાર પડઘા પડ્યા હતા અને સ્થાનિક સંસ્થાઓ દ્વારા તેનો ભારે વિરોધ કરીને એસપીને આવેદન આપ્યું હતું. જેમાં કહેવાયું હતું કે, અપરાધીઓને સખતમાં સખત સજા કરવામાં આવે. આરઝૂ અને ઔરંગઝેબના સમર્થનમાં સ્થાનિકો દ્વારા મોટી રેલીઓ પણ આયોજિત કરાઇ હતી.
Recent Comments