(એજન્સી) રાંચી, તા.૧૪
ઝારખંડના કોડરમા જિલ્લામાં મંગળવારે સાંજે એક વિસ્ફોટ દ્વારા કોંગ્રેસ નેતાની હત્યા કરી દેવાઈ. કોંગ્રેસ નેતા શંકર યાદવ પોતાના ખાનગી વાહન મારફતે ચંદવાડા થઈ રહ્યા હતા. ત્યારે માર્ગમાં વિસ્ફોટ થતાં સ્કોર્પીઓ ગાડીના ફૂરચા ઉડી ગયા હતા. અગાઉ ગયા વર્ષે ર૪ ઓક્ટોબરે ચંપારણ થાના ક્ષેત્રમાં શંકર યાદવ પર બાઈક પર આવેલ બે આરોપીઓએ ગોળી મારી હતી. ત્યારે તેઓ ઘાયલ થયા હતા. ત્યારબાદ સાજા થઈ જતાં પુનઃ આ વિસ્તારમાં નીકળ્યા હતા. શંકર યાદવ જે સ્કોર્પીઓમાં સવાર થઈ પસાર થતાં હતા ત્યાં રસ્તામાં એક ઓટો ઊભી હતી. સ્કોર્પીઓ નજીક આવતા જ ઓટોમાં મૂકાયેલ વિસ્ફોટકો ધડાકાથી ઉડાવાતા સ્કોર્પીઓ તેનો ભોગ બની અને કોંગ્રેસ નેતા શંકર યાદવનું ઘટનાસ્થળે મોત નિપજ્યું. આ સ્થળે સ્પીડ બ્રેકરનો ફાયદો ઉઠાવાયો હતો. એક કાવતરા રૂપે ઓટોમાં બમ મૂકી સ્કોર્પીઓ ઉઠાવી હતી. આ ઘટના બાદ કોંગ્રેસનો ગુસ્સો ચરમસીમાએ છે. શંકર યાદવની હત્યાના વિરોધમાં ૧પ ફેબ્રુઆરીથી કોંગ્રેસ રાજ્યમાં ધરણા કરશે.