સુરેન્દ્રનગર જિલ્લાના રણમાં આ વર્ષે પણ વિદેશી પક્ષીઓ મહેમાન બન્યા છે. તેમાંયે આ વર્ષે શિયાળો વધુ માત્રામાં વિદેશી પક્ષીઓને અનુકૂળ હોવાના કારણે રણકાંઠામાં જ્યાં જાવ ત્યાં કિલકિલાટ કરતા સુંદર વિદેશી પક્ષીઓનો નજારા જોવા મળે છે.
સુરેન્દ્રનગર જિલ્લાના રણકાંઠામાં આ વર્ષે ઠેર-ઠેર ભરાયેલા તળાવડા જેવા મોટા મોટા વિસ્તારોમાં રેકોર્ડબ્રેક સંખ્યામાં ૪પ પ્રકારના યાયાવર પક્ષીઓ પક્ષીઓ જોવા મળી રહ્યા છે.
ગતવર્ષે અંદાજે રપ૦૦૦/- જેટલા પક્ષીઓનું ઉતરાણ અત્રે થયેલ હતું. જ્યારે આ વર્ષે ૪પ૦૦૦/- પક્ષીઓ આ રણકાંઠામાં ઉતરી આવ્યા છે. તેના લીધે વેરાન રણકાંઠો રમણીય રણ બનવા પામ્યો છે. આ રણમાં પક્ષીઓનો મુકામ ચાર માસ સુધી રહેવા પામે છે. જે અહીં જ ઈંડા મૂકી બચ્ચાં મોટા થાય ત્યાં સુધી રોકાય છે. (તસવીર : ફારૂક ચૌહાણ – વઢવાણ)
Recent Comments