(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.૩૧
તરણેતાથી બેચરાજી માનતા પુરી કરવા પગપાળા જતા દંપતિને એક વાન અડફેટે લેતાં મહિલાની નજર સામે જ પતિ પર ટાયર ફરી વળતા દંપતિ ખંડિત થયું હતું જ્યારે બીજા બનાવમાં મેરા પાસે ડમ્પરની અડફેટે નાવીચાણીના બાઈક સવારનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
થાનના તરણોતરના પ્રકાશભાઈ લક્ષ્મણભાઈના ઘરે માનતામાં બાદ સંતાનમાં દીકરો થયો હતો. આ દીકરો મોટો થતા આ દંપતિ માનતા પુરી કરવા તરણોતરથી પગપાળા બેચરાજી જઈ રહ્યા હતા ત્યારે બજાણા રેલવે ફાટક નજીક માતેલા સાંઢની માફક પાટડી તરફ પુરઝડપે આવતી અમુલ દૂધની ડિલિવરી વાનની અડફેટે આવેલ પ્રકાશભાઈ દેત્રીજા ઉપરથી ટાયર ફરી વળતા પત્નીની નજર સામે જ પતિનું પ્રાણપંખેરૂં ઉડી ગયું હતું. આથી વાનના ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ માલવણ પીએસઆઈ ચીલે ખરાબી ચલાવી રહ્યા છે. બેચરાજીમાં ગેરેજ ચલાવતા નાવીચાણી ગામના અમિતકુમાર જેતિજી ઉર્ફ માલાજી ઠાકોર, બેચરાજીથી ઘરે બાઈક લઈને આવી રહ્યો હતો ત્યારે સામેથી માતેલા સાંઢની માફકે પુરઝડપે આવતા ડમ્પરના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા બાઈકને અડફેટે લેતા ડમ્પર પલ્ટી ખાઈ ગયું હતું. જ્યારે અમિત ઠાકોરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે તપાસ પીએસઆઈ કે. કે. કરોતરા ચલાવી રહ્યા છે.
ઝાલાવાડમાં બે જુદા-જુદા માર્ગ અકસ્માતમાં બેનાં મોત

Recent Comments