મોરબી, તા.ર૯
ટંકારાના હડમતિયા ગામની નજીક જડેશ્વર જતા રસ્તામાં રોડના કાંઠે લીમડા પર ગંજી અને ચડ્ડી પહેરેલ યુવાનની લટકતી લાશ જોવા મળતા ચકચાર મચી ગઈ છે ગ્રામજનોએ યુવાનને લટકી ગયેલો જોતા એકઠા થયેલા લોકોએ ટંકારા પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ યુવાનની લાશને પી.એમ. માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી તેમજ પ્રાથમિક તારણ મુજબ યુવાન રોડ પર જ આવેલા ઈન્ડ્રસ્ટીઝમાં કામ કરતા મજૂરની હોય તેવું અનુમાન લગાવી રહ્યા છે લટકતી લાશ હોવાની જાણ ગ્રામજનોને થતા ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા અને અનેક તર્કવિતર્ક વચ્ચે યુવાનને હત્યા કરી લટકાવી દીધો છે કે આત્મહત્યા કરી છે તેવી ચર્ચા થવા પામી છે ત્યારે સમગ્ર મામલો પોલીસ તપાસ બાદ જાણવા મળશે.