ગુજરાત રાજ્યના “શ્રેષ્ઠ શિક્ષક ૨૦૨૦ પારિતોષિક” વિતરણ સમારંભ પાંચ સપ્ટેમ્બરના રોજ નર્મદા હોલ, સ્વામિનારાયણ સંકુલ, સચિવાલય-૧, ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં ટંકારીઆ ગામના તેમજ સુડી તાલુકા આમોદની પ્રાથમિક શાળાના શિક્ષક મહમ્મદ રફીકઇબ્રાહિમ અભલીની શ્રેષ્ઠ શિક્ષક ૨૦૨૦ તરીકે વરણી થઇ હતી. તેઓને પણ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. આ પારિતોષિક વિતરણ સમારંભમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવદત્ત, મુખ્યમંત્રી વિજય રૂપાણી, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી વિભંવરીબેન દવે, રાજ્યના શિક્ષણ સચિવ ડો. વિનોદરાવ, અગ્રસચિવ અંજુ શર્મા ઉપસ્થિત રહ્યા હતા. આ સમારંભમાં રાજ્યના કુલ ૪૪ શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.