અમદાવાદ, તા.૧૯

ગુજરાતમાં ફરી એકવાર નેતાને મારવા આવેલા એક શૂટરને છ્‌જીની ટીમે દબોચી લીધો છે. ભાજપના નેતા ગોરધન ઝડફિયાની હત્યા કરવાના આશયે આવેલો એક શૂટર અમદાવાદના રિલીફ રોડ ખાતેની વિનસ હોટલમાં રોકાયો હતો. તેની વાતચીતના આધારે છ્‌જીની ટીમે આરોપીને અડધી રાત્રે દબોચવા ગઈ ત્યારે આરોપીના હાથે ફાયરીંગ પણ કરાયું હતું. પકડાયેલો આરોપી છોટા શકીલની ગેંગનો શૂટર હોવાનું હાલ તો છ્‌જી માની રહી છે. જો કે તેની સાથે અન્ય એક આરોપી પણ હતો. જેને પકડવા કવાયત હાથ ધરાઈ છે. ભાજપ નેતાની હત્યા કરવાના આશયે બે શૂટર અમદાવાદમાં આવ્યા હોવાની બાતમી છ્‌જીની ટીમને મળી હતી. જેના આધારે છ્‌જીની ટીમે તપાસ કરી તો બંને આરોપી રિલીફ રોડ નજીક આવેલી હોટલ વિનસમાં રોકાયા હોવાની વિગત મળી હતી. જેથી ટીમે વિનસ હોટલે જઈને તપાસ કરી હોટલના ૧૦પ નંબરના રૂમનો દરવાજો ખટખટાવ્યો ત્યારે આરોપીએ પૂછ્યું કે કોણ ? ત્યારે પોલીસે વળતો જવાબ આપતા કહ્યું કે મહેમાન એટલે આરોપીએ જેવો દરવાજો ખોલ્યો કે પોલીસ અધિકારીઓ રૂમમાં ઘૂસી ગયા હતા. ત્યારે આરોપીને જેવી ખબર પડી કે રૂમમાં આવેલા લોકો પોલીસ છે ત્યારે તેણે પિસ્તોલથી ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો તો એક અધિકારીએ તેને ધક્કો મારતા તેના હાથથી રૂમની છત ઉપર ફાયરિંગ થયું હતું. જો કે કોઈને ઈજા થઈ ન હતી. ત્યારબાદ આરોપીને પકડીને તપાસ કરતા તેનું નામ ઈરફાન શેખ (રહે.ચેમ્બુર મુંબઈ) હોવાનું ખૂલ્યું હતું. જ્યારે તેની પાસેના મોબાઈલમાં તપાસ કરતા પૂર્વ ગૃહમંત્રી અને ભાજપના નેતા ગોરધન ઝડફિયા સહિતના અનેક નેતાઓને ટાર્ગેટ કરવાનો તેનો પ્લાન હતો. છ્‌જીની તપાસમાં ઈરફાનના મોબાઈલમાંથી ગોરધન ઝડફિયાનો ફોટો મળી આવ્યો હતો. જેના સાથે લખ્યું હતું ટાર્ગેટ નેમ ગોરધન ઝડફિયા.

આમ ATCની ટીમે આરોપીને પકડી પાડ્યો છે. તેની તપાસમાં તે છોટા શકીલ ગેંગનો શૂટર હોવાનું હાલ છ્‌જી માની રહી છે. જો કે તેને મળવા માટે હોટલમાં વધુ એક સલમાન નામનો આરોપી આવવાનો હતો. જે તેને વધુ મદદ કરવાનો હતો. તે પહેલા જ આરોપી ઈરફાન પકડાઈ ગયો છે. જો કે આરોપી ઈરફાન શેખે ભાજપના કાર્યાલયની રેકી કરી હોવાનું પણ બહાર આવ્યું છે. ઈરફાનનો ગુનાહિત ઈતિહાસ છે કે કેમ ? તેના ટાર્ગેટમાં કુલ કેટલા લોકો હતા ? તેને આ કામ કરવાના માટે તેની કેટલી રકમ મળવાની હતી ? સહિતના સવાલો ઉપર હાલ છ્‌જીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તેમજ ફરાર આરોપી સલમાનને પકડવા કવાયત હાથ ધરી છે.

 

આરોપી ઈરફાન તેના હેન્ડલરને ચેટિંગમાં ‘સર’ કહીને સંબોધતો હતો

પકડાયેલા આરોપી ઈરફાન શેખના મોબાઈલની તપાસમાં તેની સાથે હેન્ડલર વર્ચ્યુઅલ નંબરથી ચેટિંગ કરતો હતો. જેમાં ઈરફાન તેના હેન્ડરલને ‘સર’ કહીને સંબોધતો હતો. જો કે, તેની ચેટ પરથી વધારે કાંઈ વાત થઈ હોય તેવું હાલ તો બહાર આવ્યું નથી. ચેટિંગમાં વાત કરનારો તેનો હેન્ડલર ઈન્ડિયા બહારનો પણ હોઈ શકે તેવી આશંકા સેવાઈ રહી છે. જો કે, વર્ચ્યુઅલ નંબરથી ચેટિંગ થતી હોવાથી તેનું ચોક્કસ અનુમાન લગાવવું હાલ એટીએસ માટે અઘરૂં છે ત્યારે આ મામલે એટીએસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

 

હત્યાના પ્લાનમાં સ્થાનિકનો સપોર્ટ હોવાની આશંકા

પકડાયેલો શૂટર ઈરફાન શેખ ગોરધન ઝડફિયાની હત્યા કરવાના પ્લાન સાથે આવ્યો હતો. ત્યારે તેને કમલમની રેકી કરી હતી. ત્યારે ઈરફાનની મદદ માટે અન્ય આરોપી સલામન પણ આવવાનો હતો. જો કે, ભાજપના નેતાની હત્યા કરવાનો પ્લાન ઈરફાને ઘડ્યો હતો. તો તેની સ્થાનિક કોઈ માથાભારે તત્ત્વોનો સપોર્ટ મળ્યો હોવાની પણ એટીએસને આશંકા છે એટલે ફરાર આરોપી સલમાનને શોધવાની સાથે સ્થાનિક લેવલે કોઈનો સપોર્ટ હતો કે કેમ તે દિશામાં એટીએસએ તપાસ શરૂ કરી છે તેમજ ઈરફાન શેખના ઘરે પણ તપાસ કરવા એટીએસની ટીમ મુંબઈ રવના થઈ ગઈ છે.

 

ઈકો કારમાં બેસીને શૂટર ગાંધીનગર ગયો હતો શૂટરે કમલમ્‌ કાર્યાલયનો વીડિયો બનાવી તેના હેન્ડલરને મોકલ્યો

 

છ્‌જીના સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ છ્‌જીની ટીમ પાસે અધૂરી માહિતી હતી તેના આધારે જ તેઓ શૂટરને પકડવા ગયા હતા. બે શૂટર હોટલમાં રોકાયાની બાતમી મળી હતી. ત્યારે હોટલમાં ગયા તો ખબર પડી માત્ર એક જ આરોપી હોટલમાં છે. એટલે હોટલને ઘેરી લીધા બાદ આરોપીને દબોચી લીધો હતો. જો કે આરોપી ઈરફાન શેખે મંગળવારે સવારે જ મુંબઈથી વાયા બસમાં અમદાવાદ આવીને હોટલ વિનસમાં રોકાયો હતો. ત્યારબાદ બપોરે ૩ઃ૩૦ વાગ્યાની આસપાસ ગાંધીનગરના કોબા સ્થિત કમલમ કાર્યાલય ખાતે રેકી કરવા ગયો હતો. જ્યાં તેણે કમલમના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ સહિત કમલમ કાર્યાલયનો વીડિયો બનાવ્યો હતો. જે તેણે તેના હેન્ડલરને મોકલ્યો હતો. ત્યારબાદ પરત હોટલ વિનસમાં આવી ગયો હતો.

 

છોટા શકીલ ગેંગના શાર્પશૂટરને ઝડપી લેવાનો મામલો સરકારે સમગ્ર બનાવને ગંભીરતાથી લઈ પોલીસ તંત્રને સતર્ક કરી દીધું

(સંવાદદાતા દ્વારા)                                           ગાંધીનગર, તા.૧૯

રાજ્યમાં રાજકીય નેતા પર હુમલો કરવા આવેલ શાર્પશૂટરને પોલીસ દ્વારા ઝડપી લેવાના બનાવને લઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવાના સરકાર દ્વારા જરૂરી આદેશો જારી કરવામાં આવ્યા છે. આ ષડયંત્રમાં જે પણ વ્યક્તિ શંકાસ્પદ જણાશે તેને સરકાર દ્વારા છોડવામાં નહીં આવે તેવી જાહેરાત સાથે આજના આ બનાવને લઈ સરકાર દ્વારા સમગ્ર પોલીસ તંત્રને સતર્ક કરી દેવામાં આવ્યું હોવાનું સરકારના મંત્રીએ જણાવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, છોટા શકીલ ગેંગના બે સાગરીતો દ્વારા ભાજપના નેતા ઉપર કરવામં આવનાર હુમલાઓના પ્રયાસને મળેલ ઈનપુટ્‌સના આધારે રાજ્યની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યો છે અને હત્યાના કાવતરામાં સંકળાયેલા એક વ્યક્તિને એટીએસ દ્વારા દબોચી લેવામાં આવ્યો છે. ગઈકાલે રાત્રે એટીએસને મળેલ માહિતી મુજબ અમદાવાદના રિલીફ રોડ પરની વિનસ હોટલ પર મોડી રાત્રે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આરોપીને ઝડપી લેવાયો હતો. પરંતુ બીજો શખ્સ ફરાર થઈ ગયો હતો. મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, એટીએસ દ્વારા છોટા શકીલની ગેંગનો જે શંકાસ્પદ વ્યક્તિ પકડી લેવાયો છે તેની તપાસ કરતા તેના મોબાઈલમાંથી જે વિગતો મળી છે એ મુજબ રાજ્યના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી ગોરધન ઝડફિયા સહિતના નેતાઓ ટાર્ગેટ પર હતા. વધુ તપાસ બાદ જ ક્લિયર થશે કે આ વ્યક્તિઓના મનસૂબા શું હતા. આ ષડયંત્રમાં કોઈપણ વ્યક્તિ શંકાના દાયરામાં આવશે તો તેને સરકાર છોડશે નહીં. આ બનાવને સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે અને પોલીસ તંત્રને સતર્ક કરી દેવાયું છે. તેમણે ઉમેર્યું કે, ગોરધન ઝડફિયા સાથે મેં આજે સવારે વાત કરીને જાણકારી આપી છે. તેમની સુરક્ષામાં વધારો કરવા માટે રાજ્યના ડીજીપીને જરૂરી આદેશો આપી દેવાયા છે.

 

અમદાવાદની ઘટનાને લઈને કેન્દ્રીય એજન્સીઓ સતર્ક

ગુજરાત એટીએસએ કરેલા ષડયંત્રના પર્દાફાશની ઘટનામાં સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં બનેલી ઘટનાની તપાસને લઈ કેન્દ્રીય એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. સ્થાનિક એજન્સી સાથે સંપર્ક કરી આ ઘટનામાં વધુ વિગતો મેળવાઈ રહી છે. આરોપી પાસેથી મળેલા મોબાઈલના ડેટા અને સીમની તપાસ થશે. મુંબઈના શાર્પ શૂટરોએ અમદાવાદમાં કોનો સંપર્ક કર્યો તેની તપાસ કરવામાં આવશે. આ ઘટનામાં સાયન્ટિફિક તપાસ માટે વિશેષ ટીમ કામે લાગી છે. ગુજરાત બહાર પણ તપાસનો ધમધમાટ શરૂ થશે.

ગોરધન ઝડફિયાને અગાઉ સંકેતો મળતાં એલર્ટ થઈ ગયા હતા અગાઉ નવસારીના પ્રવાસ વખતે પણ પોતાની રેકી થયાનો ઝડફિયાનો દાવો !

ગોરધન ઝડફિયાને અગાઉ સંકેતો મળતાં એલર્ટ થઈ ગયા હતા

અગાઉ નવસારીના પ્રવાસ વખતે પણ પોતાની રેકી થયાનો ઝડફિયાનો દાવો !અમદાવાદમાંથી ઝડપાયેલ શાર્પશૂટર ભાજપના નેતા પર હુમલો કરવા આવ્યો હોવાનું બહાર આવતાં અને તે અંગે નેતા ગોરધન ઝડફિયાને જાણ થતાં તેમણે પોતાની સરકાર પર સંપૂર્ણ વિશ્વાસ હોવાનું જણાવતા કહ્યું કે, અગાઉ નવસારીમાં હતો ત્યારે પણ મારી રેકી કરવામાં આવી હોવાના મને સંકેતો મળતા હું એલર્ટ થઈ ગયો હતો. આ હત્યાના કાવતરા મામલે સોમનાથના પ્રવાસે ગયેલા ગોરધન ઝડફિયાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાથે સોમનાથ પ્રવાસે ગયેલા ઝડફિયાએ જણાવ્યું કે અગાઉ હું જ્યારે નવસારીના પ્રવાસે હતો ત્યારે પણ મારી રેકી કરવામાં આવી હોય તેવું મને જણાયું હતું અને તેથી હું અલર્ટ થઈ ગયો હતો. મને અગાઉ પણ તેના સંકેતો મળી ગયા હતા. ઝડફિયાએ જણાવ્યું કે મને ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા પાસેથી માહિતી મળી કે મારી હત્યાનું કાવતરૂં ઘડવામાં આવ્યું હતું અને એ મામલે કોઈ શાર્પશૂટરની ધરપકડ થઈ છે. આ મારી સરકાર છે, મને મારી સરકાર પર સંપૂર્ણ વિશ્વાસ છે. પોલીસને તપાસ કરવાદો અને જે વિગત હશે તે બહાર આવશે. અગાઉ ગોરધન ઝડફિયાને ઝેડ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી. હવે તેમની સુરક્ષામાં ચોક્કસપણે વધારો થાય તેવું જણાઈ રહ્યું છે. હાલ તેઓને વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવી રહી છે. શાર્પ શૂટરની ધરપકડ બાદ તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તાબડતોડ તેમની સુરક્ષા વધારી દેવાનો આદેશ કર્યો છે.