(એજન્સી)                           તા.૨૬

ચાઇનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકતા નરેન્દ્ર મોદી સરકારના ૨૯, જૂનના આદેશમાં માત્ર ટીકટોક જ નહીં પરંતુ અન્ય બે પ્લેટફોર્મ વિગો વીડિયો અને હેલોનો પણ સમાવેશ થાય છે. બેઇજિંગ સ્થિત કંપનીને ભારતમાં ટીકટોક પર એકલા પ્રતિબંધને કારણે ૨૦૦ મિલિયન કરતાં વધુ યુઝર્સ ગુમાવવા પડ્યાં છે.

ટીકટોક પર ભલે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય પરંતુ તેની પેરેન્ટ કંપનીની એક અન્ય સોશિયલ મ્યુઝીક સ્ટ્રીમિંગ એપ્લિકેશન રેસો જબરદસ્ત ચાલી રહી છે. જૂનમાં ૩૦ લાખ લોકોએ આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી હતી. આ એપ્લિકેશન અનેક મહિનાના ટેસ્ટ રન બાદ આ વર્ષે માર્ચમાં ઇન્સ્ટોલ કરવામાં આવી હતી. વિશ્વભરમાં એપ સ્ટોર અને ગુગલ પ્લે પરથી પ્રથમ વખત ૧૦.૬ મિલિયન લોકોએ આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી હતી અને એ પૈકી ૭૪ ટકા ડાઉનલોડ ભારતમાંથી થયું હતુ.ં               જો કે આ એપ્લિકેશનની સફળતા અંગે હજુ અનિશ્ચિતતા છે કારણકે ભારતમાં અનેક મ્યુઝિક સ્ટ્રીમિંગ એપ્લિકેશનો ચાલી રહી છે. હાલ ભારતમાં યુટ્યૂબ મ્યુઝીક જીઓ સાવન અને ગાનાનું વર્ચસ્વ છે.રેસો મ્યુઝિક સ્ટ્રીમિંગ એપની વાત કરીએ તો તે પણ બીજી એપ્લિકેશનની જેમ ગીતો સાંભળવા માટે જ છે પરંતુ તેમાં કંપનીએ સોશિયલ મીડિયાના કેટલાક ફિચર્સ જોડ્યાં છે તેમાં એક ફિચરનું નામ વાઇબ્સ ફિચર હેઠળ ઇમેજ અથવા શોર્ટ વીડિયો ક્લિપ્સ મળે છે જેના બેકગ્રાઉન્ટમાં ટ્રેક હોય છે. લિરીક્સને ક્વોટ કરીને યુઝર્સ ડાયરેક્ટ સોશિયલ પ્લેટફોર્મ-ફેસબુક, ઇન્સ્ટ્રા ,ટ્‌વીટર અને વોટ્‌સએપ પર શેર કરી શકે છે.