પર્થ,તા.૧૮
ઑસ્ટ્રેલિયા એ આ જીતની સાથે ભારત સામે રમી રહેલ બીજી ટેસ્ટ સીરીઝમાં ૧-૧થી બરાબરી કરી લીધી છે. સીરીઝની પહેલી ટેસ્ટ ભારતે જીતી હતી. હવે બંને ટીમો ૨૬મી ડિસેમ્બરથી ત્રીજી ટેસ્ટ મેચ રમશે. આ મેચ પહેલાં મયંક અગ્રવાલ અને હાર્દિક પંડ્યા ટીમ ઇન્ડિયા સાથે જોડાશે.
ટિમ પેને કહ્યું કે માર્કસ હૈરિસ અને અરૉન ફિંચની વચ્ચે પહેલી ઇનિંગ્સમાં રનની સારી ભાગીદારીથી અંતર પેદા કર્યું. હેરિસ અને ફિંચે પહેલી વિકેટ માટે ૧૧૨ રનની ભાગીદારી કરી. ટિમ પેન એ આ અંગે કહ્યું કે પહેલાં દિવસે માર્કસ અને અરૉન વિકેટ ગુમાવી ૧૦૦ રન સુધી પહોંચ્યા. આ શાનદાર પ્રદર્શન હતું અને સંભવતઃ તેણે અંતમાં અંતર પેદા કર્યું.
ઉસ્માના ખ્વાજા પહેલી ઇનિંગ્સમાં નિષ્ફળ રહ્યા બાદ બીજી ઇનિંગ્સમાં ૭૨ રન ફટકાર્યા. ટિમ પેનને આશા છે કે આ સ્ટાર બેટસમેન બાકી મેચોમાં સદી ફટકારવામાં સફળ રહેશે. ટિમ પેને મેચમાં આઠ વિકેટ ખેરવનાર ઓફ સ્પિનર નાથન લૉયનના પણ વખાણ કર્યા.
મેન ઓફ ધ મેચ નાથન લૉયન પણ ઓસ્ટ્રેલિયાની જીતમાં ભૂમિકા નિભાવી ખૂબ ખુશ છે. તેણે પર્થમાં મેચ બાદ કહ્યું કે જીતમાં ભૂમિકા નિભાવી શ્રેષ્ઠ છે, છેલ્લાં કેટલાંક સમયથી કરી શકતો નહોતો. એ કહેવું યોગ્ય હશે કે અમે દુષ્કાળમાંથી પસાર થઇ રહ્યા હતા. આથી આ ક્રમને તોડવો સારું રહ્યું.