અંકલેશ્વર, તા.૧
રાજ્યસભાના સાંસદ અહમદભાઇ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના કાર્યકરોમાં ચિંતાની લાગણી ફેલાઇ હતી અને તેઓ જલદી સાજા થાય તે માટે દુઆઓ-પ્રાર્થના કરી હતી.
સાંસદ અહમદભાઇ પટેલનો કોરોના રિર્પોટ પોઝિટિવ આવતા તેમણે જાતે ટ્‌વીટર પર આ અંગે જાણ કરી હતી અને પોતાના સંર્પકમાં આવેલા લોકોને પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લેવાની સલાહ આપી હતી અને પોતે હોમ આઇસોલેટ થયા હતા.
અહમદભાઇ પટેલને કોરોના પોઝિટિવ આવ્યાની જાણ અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લામાં થતા તેમના કાર્યકરોમાં ચિંતાની લાગણી ફેલાઇ હતી અને તેઓ જલદી સાજા થાય તે માટે દુઆઓ-પ્રાર્થના કરી હતી. આ અંગે નગરપાલિકા વિરોધ પક્ષના નેતા ભૂપેન્દ્ર જાનીએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આપણા લોકલાડીલા નેતા અને રાહબર અહમદભાઇ કોરોનાને માત આપી જલદી સાજા થાય તે માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. કોંગ્રેસના પ્રવક્તા નાઝુભાઇ ફડવાલાએ જણાવ્યું હતું કે અહમદભાઇ જલદી સાજા થાય તે માટે તેમના માટે પ્રાર્થના કરીએ છીએ અને જલદી સાજા થઇ આપણી વચ્ચે આવે તેવી શુભેચ્છા ભરૂચ જિલ્લાની પ્રજા તથા કોંગ્રેસના કાર્યકરોએ કરી છે. અંકલેશ્વર નગરપાલિકા મ્યુ. સભ્ય જહાંગીરખાન પઠાણે જણાવ્યું હતું કે અહમદભાઈ પટેલ કોરોના બીમારીથી જલ્દી બહાર આવે અને ફરી પ્રજાહિતના કામોમાં જોતરાય એવી દુઆ કરૂં છું. અંકલેશ્વર નગરપાલિકા વિરોધ પક્ષના ઉપનેતા શરીફ કાનુગાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અહમદભાઈ પટેલ કોરોનાને મ્હાત આપી જલ્દી સાજા થાય તેના માટે પરવરદિગારથી દુઆ કરીએ છીએ.