અંકલેશ્વર, તા.૩૧
ભાડભૂત ગામેથી નર્મદા નદીમાં સરફુદ્દીન તરફ આવતા બોટ બંધ થઈ જતાં પાંચ ઈસમો નર્મદા નદીમાં ફસાયા હતા, તેઓને તાલુકા વિકાસ અધિકારી અને NDRFની ટીમ સાથે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી, તમામને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારે જિલ્લા તંત્ર દ્વારા અંકલેશ્વર તાલુકામાં એક એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. નર્મદા નદીમાં ભાડભૂત ગામેથી સરફુદ્દીન તરફ બોટ લઈને આવી રહેલા પાંચ ઈસમોની બોટ બંધ થઈ ગઈ હતી જેથી નદીમાં ફસાઈ ગયા હતા જેથી ફસાયેલા ઈસમોએ તેઓએ તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી હતી જેથી સ્ટેન્ડ બાય રાખવામાં આવેલા એન.ડી.આર.એફ.ની ટીમને તાલુકા વિકાસ અધિકારી દ્વારા જાણ કરવામાં આવી હતી જેથી ગતરાત્રીના સાડા બારથી બે વાગ્યા સુધી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને તમામ પાંચ ઈસમોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે જિલ્લા તંત્ર દ્વારા અંકલેશ્વરના કાંઠા વિસ્તારના નીચાણવાળા ગામોને ધ્યાને લઈ અંકલેશ્વર ખાતે એક એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે.
Recent Comments