(એજન્સી) શ્રંગેરી તા. ૨૨
કર્ણાટકમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે મુસ્લિમ શાસક ટીપુ સુલતાન કોમી એકતાના પ્રતિક છે.તેમણે કહ્યું કે ટીપૂએ કટોકટીની ક્ષણે અહીંના એક મઠને મદદ કરી હતી તે જાણીને મને અત્યંત આનંદ થયો. ટીપુ સુલતાને સંકટ સમયે મંદિરની સહાય કરી હતી. રાહુલ ગાંધી બપોરના સમયે મંદિર આવ્યાં તેઓ ધોતી અને શાલનો પારંપરિક પોશાક પહેરીને આવ્યાં હતા. તેમની સાથે કેપીસીસીના પ્રવક્તા દિવાકર અને મઠ અધિકારી ઉપસ્થિત રહ્યાં હતા. દિવાકરે કહ્યું કે રાહુલ ગાંધીએ ટીપુના મઠની સાથેનો સંબંધ જાણવા માંગ્યો હતો. મેં તેમને એક પત્ર અંગે કહ્યું જેને ટીપૂના મઠના તત્કાલિન જવાબદાર દ્વારા દાનને લખવામાં આવ્યો હતો. રાહુલ આ ઘટનાક્રમથી પ્રભાવિત થયાં અને કોમી એકતાનું ઉદાહરણ બનવા માટે કર્ણાટકની પ્રશંસા કરી. રાહુલનો તર્ક હતો કે ટીપૂ ધર્મનિરપેક્ષ હતા. ભાજપે મેસુરના શાસક ટીપુ સુલતાનની જયંતિ મનાવવાનો વિરોધ કર્યો હતો અને તેમને કોમી ગણાવ્યાં હતા.રાહુલ ગાંધીની ટીપૂ સુલતાનની પરની ટીપ્પણીને ભાજપ પર નિશાન તરીકે ગણવામા આવી કારણ કે ભાજપે રાજ્યમાં ટીપૂ સુલતાનની જન્મજયંતિ ઉજવવાનો ભારે વિરોધી કર્યો હતો અને તેમને કોમી, ગદ્દાર અને વિદેશી સુદ્ધા ગણાવી દીધાં હતા. રાહુલે મઠ સત્તાધિશોની સાથે વાર્તાલાપ કર્યો અને પોતાની જાતને ઈન્દીરા ગાંધી સાથે સરખાવી તેમણે કહ્યું કે ઈન્દીરાને ગરીબો માટે કામ કરવાનું ગમતું અને મને પણ ઈન્દીરાની જેવું કામ કરવું ગમે છે. રાહુલ ગાંધીએ સંસ્કૃત અને હસ્તલિપિઓને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય અને કેન્દ્રના સહયોગની ખાતરી આપી.