નવી દિલ્હી,તા.૩

શું ટ્‌વેન્ટી-ર૦ વિશ્વકપ રમી રહેલી કોહલીની ટીમ ઈન્ડિયામાં ભાગલા પડી ગયા છે ? પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરનું એવું જ માનવું છેે. તેણે આશંકા વ્યક્ત કરી છે કે વિશ્વકપમાં તેના લચર પ્રદર્શન વચ્ચે ભારતીય ડ્રેસિંગ રૂમમાં તણાવ છે. જો કે અખ્તરે એમ પણ કહ્યું કે ભારત આ ટુર્નામેન્ટમાં કેવું પણ પ્રદર્શન કરે પણ કોહલી એક કપ્તાન તરીકે ભારતીય ક્રિકેટને આગળ લઈ જવા માટે પ્રયાસ કરી રહ્યો છે. આવામાં તે સાથી ખેલાડીઓના સન્માનનો હકદાર છે. ભારતને ટ્‌વેન્ટી-ર૦ વિશ્વકપની ઓપનિંગ મેચમાં પાકિસ્તાને ૧૦ વિકેટે પરાજય આપ્યો હતો. ત્યારબાદ ન્યુઝીલેન્ડે પણ આઠ વિકેટે પરાજય આપ્યોે. અખ્તરે કહ્યું કે હું જોઈ રહ્યો છું કે ટીમ ઈન્ડિયાની અંદર બે ગ્રુપ પડી ગયેલા દેખાય છે. એક કોહલીની સાથે અને બીજું તેની વિરૂદ્ધ. આ બિલકુલ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ટીમ વહેંચાયેલી દેખાઈ રહી છે. મને નથી ખબર કે આવું કેમ થઈ રહ્યું છે. કદાચ આ એક કપ્તાનના રૂપમાં પોતાના અંતિમ ટ્‌વેન્ટી-ર૦ વિશ્વકપના કારણે છે. હોઈ શકે કે કોહલીએ ખોટો નિર્ણય લીધો હોય. જે સાચું પણ છે પણ તે એક મહાન ક્રિકેટર છે અને આપણે તેનું સન્માન કરવું પડશે. ન્યુઝીલેન્ડ સામેના પરાજય બાદ ટીમ ઈન્ડિયાની ઘણી ટીકા થઈ હતી. અખ્તરે પણ ભારતીય ટીમના ખરાબ પ્રદર્શન પર સવાલ ઉઠાવ્યા હતા ત્યારે તેણે કહ્યું હતું કે ભારત પાસે ન્યુઝીલેન્ડનો સામનો કરવા માટે કોઈ ગેમ પ્લાન જ ન હતો. અખ્તરે કહ્યું કે ટીકા મહત્ત્વપૂર્ણ છે કારણ કે ભારત ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ ખરાબ ક્રિકેટ રમ્યું અને તેનું વલણ ખોટું હતું. ટોસ હાર્યા બાદ બધા શીશ નીચે હતા. ટીમ ઈન્ડિયાને કંઈ ખબર જ ન હતી. ભારત ભારત ફક્ત ટોસ હાર્યું ન હતું પણ મેચ પણ તે જ સમયે હારી ગયા હતા.