મેલબોર્ન, તા.૨૭
ભારતીય મહિલા ટીમે આઇસીસી મહિલા ટી-૨૦ વર્લ્ડ કપમાં ધમાકેદાર પ્રદર્શન યથાવન રાખતા સેમીફાઇનલમાં સ્થાન પ્રાપ્ત કરી લીધુ છે. ભારતે ગુરૂવારે ન્યૂઝીલેન્ડને ચાર રનથી હરાવી દીધુ છે. ૧૬ વર્ષની ભારતીય ઓપનર શેફાલી વર્માને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદગી કરવામાં આવી છે. આ પહેલા ભારતે ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશને હરાવ્યું હતું.
મહિલા ટી-૨૦ વર્લ્ડ કપમાં ગુરૂવારે ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ રમાઇ હતી. ભારતે મેલબર્નમાં રમાયેલ મેચમાં ટૉસ હારીને બેટિંગ કરી. શેફાલી વર્માની (૪૬)ની ઇનિંગથી ટીમે ૮ વિકેટ ગુમાવી ૧૩૩ રનનો સ્કોર ઉભો કર્યો. ન્યૂઝીલેન્ડની ટીમ તેના જવાબમાં પાંચ વિકેટ પર ૧૨૯ રન જ બનાવી શકી. ભારત ટૂર્નામેન્ટમાં સેમીફાઇનલમાં પહોંચનાર પ્રથમ ટીમ છે. ભારતની આગામી મેચ ૨૯ માર્ચે શ્રીલંકા વિરૂદ્ધ છે.
ભારતીય બેટિંગની વાત કરીએ તો વધુ એક વખત સેફાલી વર્મા ટીમની ટૉપ સ્કોરર સાબિત થઇ. તેણે ૪૬ રન બનાવ્યા. શેફાલીએ ૩૪ બોલની પોતાની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને ત્રણ સિક્સર ફટકારી. તાનિયા ભાટિયાએ ૨૫ બોલમાં ૨૩ રન બનાવ્યા. શેફાલી અને તાનિયાને છોડી કોઇ પણ ભારતીય ૨૦ની સંખ્યા પાર કરી શક્યુ નહી. રાધા યાદવે ૧૪, સ્મૃતિ મંધાનાએ ૧૧ અને જેમિમાહ રોડ્રિગેજ તથા શિખા પાંડેએ ૧૦-૧૦ રન બનાવ્યા હતાં. ન્યૂઝીલેન્ડની એમેલી કેર અને રોજમેરી મેયરે બે-બે વિકેટો લીધી હતી.ટાર્ગેટનો પીછો કરતા ન્યૂઝીલેન્ડની શરૂઆત ખુબ જ ખરાબ રહી. તેમણે ૧૩ રન પર ઓપનર રચેલ પ્રીસ્ટ (૧૨)ની વિકેટ ગુમાવી. સોફી ડિવાઇન (૧૪) અને સૂઝી બેટ્‌સ (૬) પણ જલ્દી આઉટ થઇ ગઇ હતી. મૈી ગ્રીન (૨૪) અને ને કેટી માર્ટીન (૨૫)એ ટીમને સંભાળવાની કોશિશ કરી. આ બંન્ને મહિલા ખેલાડીએ ૪૩ રનની ભાગીદારી કરી પરંતુ આ દરમિયાન ન્યૂઝીલેન્ડની ટીમ પર રન રેટનું દબાણ વધતુ ગયું.
મૈડી ગ્રીન રનની ગતિ વધારવાની કોશિશમાં રાજેશ્વરી ગાયકવાડના બોલ પર આઉટ થઇ ગઇ. તેને તાનિયા ભાટિયાએ સ્ટમ્પ આઉટ કરી. થોડી વાર બાદ કેટી માર્ટિનને રાધા યાદવે જેમિમાહ રોડ્રિગ્ઝના હાથે કેચ આઉટ કરાવી દીધી. ત્યારે ન્યૂઝીલેન્ડનો સ્કોર ૧૬.૩ ઓવરમાં ૯૦ રન હતો.