નવી દિલ્હી,તા.૭
કોરોના વાયરસના કારણે હાલ સમગ્ર વિશ્વમાં તમામ સ્પોટ્‌ર્સ ઈવેન્ટ્‌સ રદ્દ કરી દેવામાં આવી છે અથવા તો સ્થગિત કરી દેવામાં આવી છે. તેમ છતાં ટી-૨૦ ક્રિકેટ વિશ્વકપના આયોજનકર્તાને આશા છે કે ઓસ્ટ્રેલિયામાં ચાલુ વર્ષે ઓક્ટોર-નવેમ્બરમાં થનારી ટુર્નામેન્ટ નિશ્ચિત સમય મર્યાદામાં રમાશે. ટી-૨૦ વર્લ્ડકપ આયોજન સમિતિના મુખ્ય કાર્યકારી અધિકારી નિક હોક્લેએ કહ્યું, અમે આ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરી શકીએ તે માટે શ્રેષ્ઠ સ્થિતિમાં લાવવા માંગીએ છીએ. આ ટુર્નામેન્ટ કાર્યક્રમ પ્રમાણે શરૂ થશે તેવી અમને આશા છે. તમામ બાબતો પર ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે.
અમે આયોજન સમિતિ, આઈસીસી તથા તમામ સભ્યો સાથે વાતચીત કરી રહ્યા છીએ. જો કંઈ બદલાવ થશે તો અમે બધાને માહિતગાર કરીશું પરંતુ હાલ તમામ માટે માત્ર સાત મહિના જ બાકી રહ્યા છે. જો ઓસ્ટ્રેલિયામાં એએફએલ અને રગ્બી લીગ શરૂ થશે તો આ ટુર્નામેન્ટ પણ રમાશે.
અમારું માનવું છે કે ટી-૨૦ વિશ્વકપ આયોજિત કરવા માટે મજબૂત સ્થિતિમાં છીએ. કારણકે આગામી ૧૦-૨૦ વર્ષ બાદ અહીંયા આવવાનો છે. ટિકિટ વેચાણને લઈ અમે પહેલાથી જ ઉત્સાહિત છીએ. ૈંઝ્રઝ્ર પહેલા જ સ્પષ્ટ કરી ચુકી છે ટી-૨૦ વર્લ્ડકપને સ્થગિત કરવાનો કોઈ સવાલ જ નથી અને કાર્યક્રમ મુજબ જ યોજાશે.