જોહાનિસબર્ગ,તા.૧૫
દક્ષિણ આફ્રિકાના અનુભવી ક્રિકેટર ફાફ ડુ પ્લેસિસે ટી૨૦ વિશ્વકપને નક્કી સમય પર કરાવવા માટે ખાસ સલાહ આપી છે. ડુ પ્લેસિસે ટી૨૦ વિશ્વકપના આયોજન પહેલા અને બાદમાં ખેલાડીઓને બે સપ્તાહ સુધી આઇસોલેશનમાં રાખવાની સલાહ આપી છે. અન્ય ખેલોન જેમ કોવિડ ૧૯ મહામારીને કરણે વિશ્વભરમાં ક્રિકેટની ગતિવિધિઓ ઠપ્પ પડી છે.
ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનારા ટી૨૦ વિશ્વકપનું ભવિષ્ય પણ નક્કી નથી. બાંગ્લાદદેશના વનડે કેપ્ટન તમીમ ઇકબાલ સાથે વાત કરતા ફાફ ડુ પ્લેસિસે કહ્યુ કે, ઓસ્ટ્રેલિયામા આ ઘાતક બીમારીની વધુ અસર નથી છતા યાત્રામાં સમસ્યા થશે.
ફાફે કહ્યુ, મને નથી ખ્યાલ વાંચી રહ્યો છુ કે યાત્રા કરવી ઘણા દેશો માટે સમસ્યા હોઈ શકે છે અને તે ડિસેમ્બર કે જાન્યુઆરીની વાત કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા અન્ય દેશ જેટલો પ્રભાવિત નથી છતાં પણ બાંગ્લાદેશ, આફ્રિકા કે ભારતથી લોકોને લઈ જવા જ્યાં વધુ ખતરો છે. ચોક્કસ તેના સ્વાસ્થ્યને લઈને ખતરો છે. તેણે કહ્યુ, પરંતુ તમે ટૂર્નામેન્ટના બે સપ્તાહ પહેલા અલગ રહી શકો અને પછી ટૂર્નામેન્ટ બાદ બે સપ્તાહ સુધી આઈસોલેશનમાં.