મેલબોર્ન,તા.૭
પ્રથમવાર મહિલા ટી-૨૦ વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ઉતરી રહેલ ભારતીય ટીમ ઇતિહાસની રચના કરવા માટે તૈયાર છે. ૮ માર્ચએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ખાસ અવસરે ભારતીય ટીમ મેલબર્નમાં રેકોર્ડતોડ દર્શકો સામે હાલની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ઉતરશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે ૧૨.૩૦ કલાકે રમાશે.
ભારતે ગ્રુપ ચરણમાં અજેય રહેતા આઇસીસી મહિલા ટી-૨૦ વિશ્વકપની ફાઇનલમાં સ્થાન બનાવી લીધુ છે. તેણે ગ્રુપ ચરણમાં ચારેય મેચ જીતી લીધી, જેમા ટૂર્નામેન્ટના ઉદ્ઘાટનમાં ચાર વારની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાઇ ટીમ વિરૂદ્ધની ૧૭ રનની જીત પણ સામેલ છે.
ઈંગ્લેન્ડ સામેની સેમીફાઇનલ વરસાદ પડ્યા બાદ હરમનપ્રીત કૌરની આગેવાનીવાળી ભારતીય ટીમ પ્રથમ વખત ફાઈનલમાં પહોંચી હતી. ભારતની ૧૬ વર્ષીય શેફાલી વર્માની આક્રમક બેટિંગ અને સ્પિન વર્ચસ્વ ધરાવતા બોલિંગ એટેકની સફળતા ભારતીય ટીમ માટે મુખ્ય ભૂમિકા રહી છે.
પરંતુ જો ભારતને પ્રથમવાર આઇસીસી ટ્રોફી જીતીને ઇતિહાસ રચવો હોય તો સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત જેવી સ્ટાર ખેલાડીઓએ ઉપયોગી યોગદાન આપવું પડ્‌શે. મધ્યમક્રમની ખેલાડીઓએ સારૂ પ્રદર્શન કરવાની જરૂર છે. મેદાન પર સારૂ પ્રદર્શન કરવાની સાથે ભારતીય ટીમને મહત્વપૂર્ણ મેચમાં દબાણથી પણ બહાર આવવું પડશે.
ભારત માટે સારી વાત એ છે કે ઓસ્ટ્રેલિયામાં તેનો રેકોર્ડ સારો રહ્યો છે. ભારતે ત્યાં પોતાના ઘર કરતા વધુ મેચો જીતી છે. બંને દેશ વચ્ચે ઓસ્ટ્રેલિયામાં ૮ ટી-૨૦ રમાઈ છે. બંને ટીમે તેમાંથી ૪-૪ મેચ જીતી છે. જ્યારે ભારતમાં બંને દેશ વચ્ચે રમાયેલી ૭ ટી-૨૦માંથી ભારત માત્ર ૧ મેચ જીત્યું છે અને ૬માં હારનો સામનો કર્યો છે. ભારત ઘરઆંગણે કાંગારું સામે ૧૪ ટકા, જ્યારે વિદેશમાં ૫૦ ટકા મેચ જીત્યું છે.ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યારસુધીમાં ૧૯ ટી-૨૦ રમાઈ છે. તેમાંથી ભારત ૬, જ્યારે ઓસ્ટ્રેલિયા ૧૩ ટી-૨૦ જીત્યું છે. ઓસ્ટ્રેલિયાનો સક્સેસ રેટ ૬૮ ટકા છે. બંને ટીમે આ વર્ષે વર્લ્ડ કપની મેચ ગણીને કુલ ૪ ટી-૨૦ રમી છે. બનેં દેશ ૨-૨ મેચ જીત્યું છે. ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં ૧૧ વર્ષ પછી ફાઈનલમાં પહોંચી છે. જ્યારે ઓસ્ટ્રેલિયા સતત છઠ્ઠીવાર ફાઇનલમાં રમશે. તેણે સૌથી વધુ ચારવાર ૨૦૧૦, ૨૦૧૧, ૨૦૧૨, ૨૦૧૫ અને ૨૦૧૮માં ટાઇટલ જીત્યું હતું. ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ ૧-૧વાર ચેમ્પિયન બન્યું છે. ભારતીય ટીમ અગાઉ ૨૦૦૯, ૨૦૧૦ અને ૨૦૧૮માં સેમિફાઇનલમાં પહોંચી હતી. ૨૦૧૮માં ઇંગ્લેન્ડે તેને ૮ વિકેટે હરાવ્યું હતું. ૨૦૧૦માં ઓસ્ટ્રેલિયાએ ૭ વિકેટે હરાવ્યું હતું. ૨૦૦૯માં ન્યૂઝીલેન્ડે ૫૨ રને માત આપી હતી.યુગાનુયોગ આ દિવસે આંતરાષ્ટ્રીય મહિલા દિવસ પણ છે. કેટી પેરી મહિલા ટી૨૦ વર્લ્ડ કપ અગાઉ એક ઈન્વેન્ટમાં પરફોર્મ કરશે. રિપોટ્‌ર્સ મુજબ કેટી પેરી તેના બે લોકપ્રિય ગીત રજૂ કરશે અને લોકોનું મનોરંજન કરશે.