(એજન્સી) નવી દિલ્હી, તા.૩
દેશને કરોડો રૂપિયાનો ચૂનો લગાડીને વિદેશ ભાગેલા વિજય માલ્યાને ટૂંક સમયમાં જ ભારત લાવવામાં આવી શકે છે. પ્રાપ્ત થયેલા અહેવાલ પ્રમાણે માલ્યાને ભારત લાવવાની કાનુની તમામ પ્રક્રિયા પુરી થઈ ચૂકી છે. ભારતમાં પ્રત્યાર્પણ ન થાય તે માટે માલ્યાએ ઘણા પ્રયાસ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, લાંબી કાયદાકીય પ્રક્રિયા બાદ યુકેની સુપ્રીમકોર્ટમાં ૧૪મી મેના દિવસે હારી ગયો છે. હવે ભારતની તપાસ એજન્સી સીબીઆઇ અને ઇડીની ટીમ માલ્યાને બ્રિટનથી ભારત લાવવા કામે લાગી છે. ૧૪મી મેએ કેસ હાર્યા પછી ૨૮ દિવસમાં માલ્યાને ભારત લાવવાનો હતો.
આપને જણાવી દઇએ કે, ૨૮ દિવસના સમયમાંથી ૨૨ દિવસ પસાર થઈ ચૂક્યા છે. એટલે કે હવે ગમે તે સમયે માલ્યાને ભારત લવાઈ શકે છે. માલ્યાએ અલગ અલગ ૧૭ બેંકોમાંથી ૯ હજાર કરોડ રૂપિયાની લોન લીધી હતી. ત્યારબાદ રૂપિયાની ચૂકવણી ન કરવી પડે તે માટે મે ૨૦૧૬માં માલ્યાએ ભારત છોડી દીધું હતું. અને ત્યારથી જ તેમને વતન પરત લાવીને રૂપિયા વસુલવા માટે ભારતીય તપાસ એજન્સીઓ પ્રયાસ કરી રહી છે.