(એજન્સી) ટેકસાસ, તા.૩૦
અમેરિકામાં આવેલ ટેકસાસમાં પેઈગ ગેસ્ટ તરીકે રહેતા ભારતીય એન્જિનિયરનો મૃતદેહ તેના પોતાના એપાર્ટમેન્ટમાં મળ્યો. ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા મળેલી જાણકારી મુજબ ત્રણ વર્ષ પહેલાં અમેરિકા આવેલા વેંકન્નાગરી કૃષ્ણા ચૈતન્ય ટેકસાસના ડલાસ વિસ્તારના અર્લિગટનમાં પેઈગ ગેસ્ટ તરીકે રહેતો હતો. જ્યારે લાંબા સમય સુધી ચૈતન્ય પોતાના રૂમમાંથી બહાર ન આવ્યો ત્યારે તેના મકાન માલિકે તાળું તોડ્યું અને તે અંદર મૃત મળી આવ્યો હતો. ચૈતન્ય સાઉથ ઈસ્ટ એરલાઈન્સની એક પરિયોજના પર કોગ્નીજેન્ટ ટેકનોલોજીમાં કામ કરતો હતો. અમેરિકાના અધિકારીઓએ ચૈતન્યના મોત વિશે તેલંગાણામાં રહેતા મૃતકના પરિજનોને જાણકારી આપી હતી. હ્યુસ્ટન વિદેશ મંત્રાલયના અનુપમ રોયની જાણકારી મુજબ અને ભારતમાં મૃતકના પરિવારના સંપર્કમાં છીએ અને તેના મૃતદેહને ઝડપથી ભારત મોકલવા માટે વાતચીત કરી રહ્યા છીએ. ચૈતન્યના મોતનું કારણ હજી જાણી શકાયું નથી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.