સુરત, તા.૨૩
કોરોના કાળ વચ્ચે પણ સુરતમાં ૧૫૦ કરોડથી વધુનું કૌભાંડ ઝડપાયું છે. જીએસટી ડિપાર્ટમેન્ટે સુરતના કાપડ વેપારીઓનું રૂપિયા ૧૫૦ કરોડનું બોગસ બિલગ કૌભાંડ પકડી પાડ્યું છે. સુરતના વેપારીઓએ કલકત્તાની કાર્ગો મુવર્સ પાસેથી ખોટા બિલ અને ટ્રાન્સપોર્ટ ઓર્ડર લઈ કૌભાંડ આચરતો હોવાનું સામે આવ્યું છે. સુરતના આ કૌભાંડમાં બોગસ બીલિંગ અને ટ્રાન્સપોર્ટેશનથી જીએસટી ચોરી કરવામાં આવતી હોવાનું ખુલ્યું છે. કોલકત્તા, સુરતની કનૈયા ટ્રાન્સપોર્ટમાં ડીજીજીઆઈના દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં રિટર્ન ગુડ્‌સ બતાવી કૌભાંડ આચરવામાં આવ્યું હતું. કાગળ પર જ કાપડ ખરીદી દર્શાવાતી હતી.
આ ઘટનામાં સુરતના ટેક્સટાઈલ માર્કેટના અનેક વેપારી સામેલ હોવાનું પણ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરતમાં ૧૫૦ કરોડથી વધુનું કૌભાંડ ઝડપાયું છે. આ કૌભાંડમાં બોગસ બીલિંગ અને ટ્રાન્સપોટેશનની જીએસટી ચોરી ખુલી છે. સુરતથી કોલકત્તા કાપડના પાર્સલ મોકલવામાં આવતા હતા. કોલકત્તાની કનૈયા કાર્ગો મુવર્સની હેડ ઓફિસ અને સુરત બ્રાન્ચ ઓફિસનો સમાવેશ થાય છે. એવું કહેવામાં આવે છે કે ટ્રાન્સપોર્ટના એજન્ટની ઓફિસે ડીજીજીઆઈના દરોડા પાડવામાં આવ્યા હતા, રેડ થતાં સમગ્ર ભોપાળું સામે આવ્યું હતું અને કાગળ પર જ કાપડની ખરીદીનું બોગસ બીલિંગ પકડાયું હતું.
સુરતના ૧૫૦ કરોડથી વધુના બોગસ બીલિંગની બોગસ ટ્રાન્સપોર્ટની રશીદ બનાવી કોલકત્તા માલ મોકલવામાં આવતો હતો. રેડ દરમિયાન જાણવા મળ્યું હતું કે અહીં ઘણા લાંબા સમયથી કૌભાંડ ચાલતું હતું. આ ઘટનામાં સુરત શહેરના ટેક્સટાઇલ માર્કેટના અનેક વેપારીઓ કૌભાંડમાં સામેલ હોવાનું સામે આવ્યું છે. ટ્રાન્સપોટર્સને ત્યાંથી ૨૦ લાખ રોકડ ઝડપાયા છે. એજન્ટને ૧.૫થી ૨ ટકા લેખે કમિશન મળતું હતું. સમગ્ર કૌભાંડ એજન્ટ મારફત ચાલતું હોવાનું ખુલ્યું છે. સુરતના એજન્ટે જ ૬૦ લાખનું કમિશન મેળવ્યું હતું.