ટોક્યો, તા.ર૪
ભારતની મિક્સ ટેબલ ટેનિસ સ્પર્ધામાં મેડલ જીતવાની આશા પર શનિવારે પાણી ફરી વળ્યું પણ મનિકા બત્રા અને સુતિર્થી મુખરજીએ અહીંયા ટોક્યો ઓલિમ્પિકની મહિલા સિંગલ્સ સ્પર્ધામાં વિજયથી અભિયાનની શરૂઆત કરી. અચેત શરત કમલ અને મનિકા બત્રાના મિક્સ ડબલ્સ વર્ગના અંતિમ ૧૬માં પરાજયથી ભારતનું ટેબલ ટેનિસ અભિયાન નિરાશાજનક રીતે શરૂ થયું હતું. ભારતીય જોડીને ત્રીજા ક્રમાંકની યુન ઝુ અને ચેંગ આઈ ચિંગ સામે ૦-૪થી પરાજયનો સામનો કરવો પડ્યો. જો કે વિશ્વની ૬રમા નંબરની ખેલાડી મનિકાએ બ્રિટનની ૯૪મા રેન્કિંગની ખેલાડી ટિન ટિનરોને સિંગલ્સ સ્પર્ધાના પ્રારંભિક મુકાબલામાં ૪-૦થી પરાજય આપ્યો જ્યારે ૯૮મા રેન્કિંગવાળી સુતિર્થીએ પણ ઓલિમ્પિક પદાર્પણમાં પ્રભાવિત કર્યા. તેણે પાછળ પડ્યા બાદ પુનરાગમન કરતાં સ્વીડનની ૭૮મા ક્રમાંકની બર્ગસ્ટોમને ૪-૩,(પ-૧૧, ૧૧-૯, ૧૧-૧૩, ૯-૧૧, ૧૧-૩, ૧૧-૯, ૧૧-પ)થી પરાજય આપ્યો.