(એજન્સી) તા.રર
ઈઝરાયેલના ટોચના યહુદી રબ્બીએ રવિવારના રોજ દુબઈમાં એક યહુદી નર્સરી શાળાનું ઉદ્‌ઘાટન કર્યું અને યુએઈમાં શાસક પરિવારની સલામતી માટે ખાસ યહુદી ધર્મવિધિ યોજી હતી એમ ઈઝરાયેલી મીડિયા દ્વારા જણાવવામાં આવ્યું. સેફાર્દી પ્રમુખ રબ્બી યિત્જેહક યોસેફ ગુરૂવારે અખાત રાજ્યમાં પહોંચ્યા હતા અને અરબ દેશમાં આ તેમની પ્રથમ મુલાકાત હતી. સત્તાવાર ઈઝરાયેલી ટિ્‌વટર એકાઉન્ટે દુબઈમાં નવી યહુદી શાળાનું રબ્બી યોસેફ દ્વારા કરાયેલા ઉદ્‌ઘાટનના ફોટા પ્રકાશિત કર્યા હતા. ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ સમાચાર પત્ર અનુસાર રબ્બી યોેફે તેમની મુલાકાતના ભાગરૂપે, લેવી ડચમેનને, યુએઈમાં યહુદી સમુદાયના રબ્બી તરીકે નામ આપ્યું હતું અને પાટનગર શહેર અબુધાબીમાં નવા સિનેગોગનું ઉદ્‌ઘાટન કર્યું હતું. રબ્બીએ યુએઈના અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી. જેમાં સહનશીલતા સંસ્કૃતિ અને આરોગ્ય મંત્રીઓ સામેલ હતા. ઈઝરાયેલે જણાવેલા આંકડાઓ અનુસાર યુએઈમાં લગભગ ૩૦૦૦ યહુદીઓ રહે છે, મોટાભાગે દુબઈ અને અબુધાબીમાં.