(એજન્સી) દુબઈ, તા.૩૦
ઈરાનના અંગ્રેજી ભાષાના પ્રેસ ટીવીએ આજે જણાવ્યું હતું કે, જે હથિયારથી ઈરાનના વિખ્યાત પરમાણુ વૈજ્ઞાનિકની હત્યા કરાઈ હતી એ હથિયાર ઈઝરાયેલની બનાવટનું હતું.
એક અજ્ઞાત સૂત્રે જણાવ્યું કે, ત્રાસવાદી ઘટનાસ્થળ જ્યાં મોહ્સેન ફખીર્ઝાદેહની હત્યા થઈ હતી તે સ્થળેથી જે હથિયાર મળી આવ્યું હતું તેના ઉપર ઈઝરાયેલી સૈન્ય ઈન્ડસ્ટ્રીના લોગો અને ચિન્હો હતા. પ્રેસ ટીવી સમક્ષ વાતચીત કરતા ઈઝરાયેલી ગુપ્તચર મંત્રીએ એલી કોહેને રેડિયો સ્ટેશનને કહ્યું કે, અમને ખબર નથી કે આના માટે કોણ જવાબદાર છે. ફખીર્ઝાદેહ જેઓ ઈરાનમાં સાદગીથી જીવન જીવતા હતા પણ તેઓની ઈરાનના પરમાણુ કાર્યક્રમમાં મહત્ત્વની ભૂમિકા હતી. એમની ઉપર શુક્રવારે તહેરાન પાસે હુમલો કરાયો હતો જેમાં એમનું મૃત્યુ થયું હતું. ઈરાને ફખીર્ઝાદેહની અંતિમવિધિની તૈયારી ઉત્તર તહેરાનમાં કરી છે. સરકારીના મીડિયાએ રક્ષામંત્રીને ટાંકીને કહ્યું હતું કે, ઈરાન આ હત્યાનો બદલો લેશે. ઈરાનના ધાર્મિક અને લશ્કરી શાસકોએ આ હત્યા માટે એમના લાંબાગાળાના દુશ્મન ઈઝરાયેલ પર દોષ મૂક્યો છે. એમણે પશ્ચિમી દેશો અને ઈઝરાયેલ સાથે નવા યુદ્ધ માટે તૈયાર હોવાનું જણાવ્યું છે. જો કે, ઈરાનના શાસકો જાગૃત છે. ઈઝરાયેલ ઉપર હુમલો કરવામાં લશ્કરી અને રાજકીય મુશ્કેલીઓ છે. આ પ્રકારનો હુમલો વધુ ગૂંચવાડાવાળો બની શકે છે. કારણ કે, અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બાઈડેન ઈરાન સાથે સંબંધો સામાન્ય કરવાના સંકેતો આપી ચૂક્યા છે.
Recent Comments