(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૩
કેન્દ્રીય પરિવહન મંત્રી નિતીન ગડકરીએ સુરતના ત્રણ સાંસદોને કામરેજ- ભાટિયા ટોલનાકા પર સ્થાનિક બાહનોને ટોલટેક્સ મુક્તિ આપવા બાબતની માંગણીને નકારી દેતાય. ગ્રામજનોમાં વ્યાપક આક્રોશ ફેલાઇ જવા પામ્યો છે. ના-કર ટોલ ટેક્ષ બચાવ સમિતિ તા. ૧૫મીએ ફાસ્ટ ટેગના અમલ સાથે કામરેજ ટોલ નાકા પાસે ચક્કાજામ કરવાના કાર્યક્રમને સફળ બનાવવાની રણનીતિ બનાવવા આજે સાંજે ૭.૦૦ વાગે કઠોર મુકામે સુરત જિલ્લા પંચાયતના સભ્ય અને ના-કર સમિતિના આગેવાન દર્શન નાયકની આગેવાની હેઠળ બેઠક મળશે. ઉલ્લેખનીય છેકે, ગઈકાલે સુરત, નવસારી તેમજ બારડોલી લોકસભા ક્ષેત્રના સાંસદોને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ રીતસરના હડીધૂત કરીને ટોલ ટેક્સમાંથી મુક્તિ સંદર્ભે રદિયો આપી દીધો હતો. આ બેઠકમાં સુરત જિલ્લા ગ્રામ્ય વિસ્તારની તાલુકા પંચાયતના આગેવાનો, ગ્રામીણ આગેવાનો, પાસના આગેવાનો, સહિતના અગ્રણીઓ ઉપસ્થિતિ રહેશે. આ બેઠકમાં તા. ૧૫મીના રોજના કાર્યવાહીને સફળ બનાવવા માટેની રણનીતિ નક્કી કરવાના આપશે.