(એજન્સી)
નવી દિલ્હી, તા.ર૭
મંગળવારે દિલ્હીમાં હિંસા દરમ્યાન બ્રિજપુરી રોડ પર આવેલ સિનિયર સેકન્ડરી સ્કૂલને ટોળાએ આગના હવાલે કરી હતી. જેમાં હજારો પુસ્તકો, નોટબુકો, પરીક્ષા પેપરો, દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા હતા. વર્ગખંડોને બાળી મૂક્યા હતા. સમગ્ર શાળાને આગના હવાલે કરાઈ હતી. દિલ્હીમાં સતત ચાર દિવસ ચાલેલી હિંસામાં તોડફોડ, આગજની, પથરાવની ઘટનાઓમાં ૩૦ લોકોનાં મોત થયા હતા. જ્યારે ર૦૦ લોકો ઘવાયા હતા. ૩૦૦૦ બાળકો ભણતા હતા. તે શાળાને આગના હવાલે કરાઈ હતી. અત્યારે પરીક્ષા પૂરી થયા બાદ વિદ્યાર્થીઓ શાળા છોડી ગયા હતા. દસ્તાવેજો, નોટબુકો, પુસ્તકો રાખ થઈ ગયા હતા. સદ્‌નસીબે વિદ્યાર્થીઓ ટોળા આવતા પહેલા નીકળી ગયા હતા. સિકયુરિટી ગાર્ડ જીવ બચાવી ભાગી છૂટ્યો હતો. તેમ અરૂણ મોર્ડન સિનિયર સિકયુરિટી સ્કૂલના કેશિયર નીતુ ચૌધરીએ જણાવ્યું હતું. ચાર વાગે શાળાને આગ લગાડી હતી જ્યારે ૮ વાગે ફાયર ફાઈટર આવ્યા હતા. પોલીસ ફાયરને ફોન કરવા છતાં સમયસર આવી શકયા ન હતા. કારણ કે ચારે બાજુ અજંપો હતો. ટોળાએ શાળાના વર્ગો-પાટલીઓ લોકર્સ સળગાવી દીધા હતા. ત્રીજા દિવસે પણ આગના ધુમાડા દેખાતા હતા. બચેલા દસ્તાવેજો પરત લીધા હતા. કોમ્પ્યુટર રૂમ પૂરો સળગાવી દીધો હતો. જેમાં તમામ કોમ્પ્યુટર સળગી ગયા હતા. સ્કૂલમાં કંઈ બચ્યું ન હતું. કેશિયર ચૌધરીએ શાળાને બતાવી હતી.
મુખ્યમંત્રી કેજરીવાલે બાળકોને પુસ્તકો, ગણવેશ માટે મદદની જાહેરાત કરી હતી.