(એજન્સી) અલ્જીરિયા,તા.૨૫
ટ્યુનિશિયા, અલ્જીરિયાએ ઇઝરાયેલના વિમાનને મોરોક્કોની રાજધાની રબાત જવા માટે તેમના એરસ્પેસનો ઉપયોગ કરતા અટકાવ્યું હતું. જેના લીધે વિમાનને વૈકલ્પિક રૂટ દ્વારા યુરોપ થઈને જવું પડ્યું. બંને દેશોના સ્થાનિક મીડિયાઓએ રિપોર્ટો આપ્યા હતા. ટ્યુનિશિયાની નસીમા ટી.વી. ચેનલે જણાવ્યું હતું કે ટ્યુનિશિયા અને અલ્જીરિયા બંનેએ ઇઝરાયેલના વિમાનને પોતાના એરસ્પેસના ઉપયોગ માટે ઇનકાર કરતા ઇઝરાયેલના વિમાનને ઉત્તરીય રૂટ તરફથી જવા ફરજ પડી હતી. જેને ભૂમધ્ય સાગરથી ગ્રીક, ઇટાલી અને સ્પેનની એરસ્પેસનો ઉપયોગ કરી મોરક્કોની રાજધાનીમાં જવું પડ્યું હતું. દરમિયાનમાં અલ્જીરિયાનની ઓનલાઈન ન્યુઝ વેબસાઇટે આ પહેલાના અહેવાલો રદ્દ કર્યા હતા. જેમાં દાવો કરાયો હતો કે અલ્જીરીયાએ ઇઝરાયેલના વિમાનને પોતાની એરસ્પેસનો ઉપયોગ કરવા પરવાનગી આપી હતી. દરમિયાનમાં મોરક્કોની અલ- સહીફાહ ન્યુઝસાઇટે પુષ્ટિ કરી હતી કે તેલઅવીવ અને રબાત વચ્ચેની આ પ્રથમ સીધી વિમાની સેવા હતી જેને ઉત્તર આફ્રિકાના દેશે એમની એરસ્પેસનો ઉપયોગ કરતા અટકાવ્યું હતું. આ અહેવાલો અંગે ટ્યુનિશિયા અને અલ્જીરિયા પાસેથી કોઈ અધિકૃત ટિપ્પણી મળી નથી. જોકે એક નિવેદનમાં ટ્યુનિશિયાના વિદેશ મંત્રાલયે એવા અહેવાલોને રદ્દ કર્યો હતો. એમાં કહેવાયું હતું કે ટ્યુનિશિયા ઇઝરાયેલ સાથે સંબંધો સામાન્ય બનાવવા ઉદ્દેશ્ય ધરાવે છે. એમણે આ અહેવાલોને આધારવિહોણા ગણાવ્યું હતું અને કહ્યું કે અમારી સ્થિતિ ઉપર આંતરરાષ્ટ્રીય બદલાવ છતાંય અસર થશે નહિ. ઇઝરાયેલ અને મોરોક્કો વચ્ચે સામાન્ય સંબંધો બનાવ્યા પછી આ પ્રથમ સીધી વિમાની સેવા હતી. આ વિમાનમાં અમેરિકાના રાષ્ટ્રપતિના સલાહકાર અને જમાઈ જેરેડ કુશનરની આગેવાની હેઠળનું ઈઝરાયેલી અમેરિકન ડેલીગેશન હતું.