(એજન્સી) તા.૧ર
ટ્યુનિશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ મોન્સેફ માર્ઝુકી અને યમનના રાષ્ટ્રપતિ સલાહકાર અબ્દુલ મલિક અલ-મિખ્લાફીએ શુક્રવારે મોરક્કો અને ઈઝરાયેલ વચ્ચેના સંબંધો સામાન્ય બનાવવાની વિવાદાસ્પદ જાહેરાતની નિંદા કરી હતી. માર્ઝુકીએ સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે, એક ટ્યુનિશિયન નાગરિક અને એક પશ્ચિમી તરીકે, હું ઈઝરાયેલ સાથે મોરક્કન વહીવટીતંત્રના સામાન્યીકરણની નિંદા કરું છું. જે એવા સમયે થઈ રહ્યું છે જ્યારે ઈઝરાયેલી ગેરકાયદેસર વસાહત અને કબજે કરવાની પ્રવૃત્તિઓ અને પેલેસ્ટીનીઓના અધિકારો વિરૂદ્ધ તમામ પ્રકારના ઉલ્લંઘનો વધી રહ્યા છે. જ્યારે અલ-મિખ્લાફીએ ટિ્‌વટર પર લખ્યું હતું કે પેલેસ્ટીની લોકોના અધિકારો, કાયદા અને વિવેકબુદ્ધિ દ્વારા બંધાયેલા રહેશે અને મોરક્કોના લોકોએ ઈઝરાયેલ સાથેના સામાન્યીકરણને ફગાવી દીધો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે ઈઝરાયેલ અને મોરક્કો સંપૂર્ણ રાજદ્વારી સંબંધો પર સંમત થયા છે. અને આ કરારને મધ્યપૂર્વમાં શાંતિ માટેની મોટા પાયેની સફળતા ગણાવી હતી. યુએઈ, બેહરીન, સુદાન પછી મોરક્કો, તેલ-અવિવ સાથે સંબંધો સામાન્ય બનાવનારો ચોથો દેશ બન્યો છે.