સુરેન્દ્રનગર, તા.ર૩
ચોટીલા-રાજકોટ હાઇવે પર ટ્રક અને એસટી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ૧૫થી વધુ મુસાફરોને ઇજા પહોંચી હતી અને બે મુસાફરોના કમકમાટી ભર્યું મોત નિપજ્યા હતા.
ચોટીલા-રાજકોટ હાઇવે પર બોરિયાનેશ ગામ નજીક ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એસટી બસમાં મુસાફરી કરતા મુસાફરોને નાની-મોટી ઈજા પહોંચી હતી. જેમાં બે વ્યકિતનાં કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા અને ૧૫થી વધુ મુસાફરોને ઇજા પહોંચતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ ૧૦૮ અને સ્થાનિક પોલીસને કરતા તુરંત ઘટના સ્થળે દોડી જઈ ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી લાશને પી.એમ. અર્થે મોકલી હતી. આ ઘટનાને પગલે હાઇવે પર બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. બાદમાં પોલીસ દ્વારા ટ્રાફીકને દૂર કરી આગળની તપાસ હાથ ધરી હતી.