અમરેલી, તા.૨૨
તા. ર૪/૦ર/ર૦ર૦ના રોજ મોટેરા સ્ટેડીયમ અમદાવાદ ખાતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પધારી રહયા છે, ત્યારે તેને આવકારવા માટે હરખ ઘેલી આ ભાજપ સરકાર કરોડો રૂપીયાનો ધુમાડો કરીને પ્રજાના પૈસાનો વેડફાટ કરે છે, વાસ્તવમાં અમેરિકા સરકાર દ્રારા સતાવાર રીતે ઘોષિત કરેલો આ કાર્યક્રમ નથી તો પછી અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પને આવકારવા માટે આટલો બધો ખર્ચો શા માટે ? જો આ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ પાછળનો ખર્ચ ગુજરાત સરકાર કે ભારત સરકાર કરતી નો હોય તો આ કાર્યક્રમનો ખર્ચો કોણ કરે છે તેની જાણ ગુજરાતની જનતાને આ ભાજપની સરકારે કરવી જોઈએ. એમ અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ જણાવ્યું છે.