(એજન્સી) તા.૨૦
ફેસબુકે ડોનાલેડ ટ્રમ્પને વર્ષ ૨૦૧૬ની રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં જીત માટે મદદ કરનારી પ્રચારક ડેટા કંપની કેમ્બ્રિજ એનાલિટીકાને સસ્પેન્ડ કરી છે. આ કંપનીએ ૫ કરોડ ફેસબુક યુઝર્સની ખાનગી માહિતીની ચોરી કરી હતી. હવે એવું જાણવા મળે છે કે ભારતમાં ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં આ કંપની સાથે કોલેબરેશન કરવા કોંગ્રેસ અને ભાજપ બંને તેના સંપર્કમાં હોવાનું જણાવાય છે.
હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર કેમ્બ્રિજ એનાલિટિકા અને તેના ભારતીય ભાગીદાર ઓવેલેનો બિઝનેસ ઇન્ટેલિજન્સ (ઓબીઆઇ) પ્રાઇવેટ લિમિટેડે ભારતની આ બંને અગ્રણી રાજકીય પક્ષો સાથે વાતચીત કરી છે. અહેવાલો અનુસાર આ કંપનીએ કોંગ્રેસ અને ભાજપ ઉપરાંત શ્રીલંકાના પૂર્વ પ્રમુખ મહિન્દા રાજપક્ષ અને બાંગ્લાદેશના શાસક પક્ષ અવામી લીગ સાથે પણ વાતચીતો યોજી છે.
રાજપક્ષ ૨૦૨૦માં ફરીથી ચૂંટાવા પ્રયાસ કરી રહ્યા છે જ્યારે શેખ હસીનાની અવામી લીગ ૨૦૧૯માં સત્તાને જાળવી રાખવાની પેરવીમાં છે. એક સૂત્રને ટાંકીને અહેવાલમાં જણાવાયું હતું કે હજુ કોઇ વાતને સમર્થન મળતું નથી. આ તો પ્રાથમિક સ્તરની વાતચીત ચાલી રહી છે. લંડન સ્થિત એસસીએલ ગ્રુપની અમેરિકામાં નોંધાયેલ કંપની કેમ્બ્રિજ એનાલિટીકા પાછળ બે મહત્વના લોકોનું ભેજું કામ કરી ગયું હતું જેમાં ટ્રમ્પના પૂર્વ સાથી સ્ટીવ બેનોન અને કોન્ઝર્વેટીવ પક્ષના અબજોપતિ રોબર્ટ મર્કરનો સમાવેશ થાય છે. ફેસબુકે એક નિવેદમાં જણાવ્યું હતું કે કેમ્બ્રિજ યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગના પ્રોફેસરે કંપનીને ખોટંુ કહ્યું હતું અને પોતે વિકસાવેલ એક એપ પરથી કેમ્બ્રિજ એનાલિટીકાને ડેટા પાસ કરીને કંપનીએ નીતિનો ભંગ કર્યો છે.
ગોવામાં ખનન પર પ્રતિબંધ સામે ઉગ્ર વિરોધ દેખાવો : ટ્રક ડ્રાઇવરો અને ખાણના કામદારો દ્વારા પ્રતિબંધક આદેશનો ભંગ