(એજન્સી) તા.૬
ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ જાહેરાત કરી હતી કે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિકાળ દરમ્યાન તેમના દેશે તેના સૌથી ખરાબ દિવસોનો અનુભવ કર્યો હતો. અરબી અખાતમાં પાણી ટ્રાન્સફર અને ડિસેલીનેશન પ્રોજેકટના પ્રથમ તબક્કાના ઉદઘાટન સમારોહમાં ગુરૂવારે વીડિયો કોન્ફરેન્સિંગ દ્વારા આપેલા પ્રવચનમાં રૂહાનીએ એમ કહ્યું હતું. રૂહાનીએ કહ્યું હતું કે યુ.એસ. પ્રતિબંધ નીતિનો ઉપયોગ કરવા છતાં ઈરાનના પુનઃજીવનને નિષ્ફળ બનાવી શકશે નહીં. વ્હાઈટ હાઉસમાં બેસેલા પેલા વ્યકિતએ કોરોના વાયરસ ફાટી નીકળ્યાના સમયે ગાળા દરમ્યાન પણ આપણા દેશ ઉપર લાગુ કરાયેલા પ્રતિબંધોનો એક ભાગ પણ હળવું કર્યો ન હતો. છતાં મને વિશ્વાસ છે કે આપણા દેશના લોકો અંતમાં વિજય પ્રાપ્ત કરશે. રૂહાનીએ પુનરોચ્ચાર કર્યો કે તેમના દેશને યુએસ રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામોમાં કોઈ રસ નથી. વ્હાઈટ હાઉસનું કોણ સંચાલન કરશે તેનાથી કોઈ ફરક પડતો નથી, કારણ કે તેમની પાસેઈરાની લોકોની ઈચ્છાને તાબે થવા અને આંતરરાષ્ટ્રીય સમુદાયના દબાણો હેઠળ આવવા સિવાય કોઈ શકિત નથી.
Recent Comments