(એજન્સી) તા.૮
તુર્કીએ ગુરુવારે જણાવ્યું હતું કે વોશિંગ્ટન ડીસીમાં કેપિટલ બિલ્ડીંગ પર ત્રાટકીને હિંસા આચરનાર ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ મચાવેલા આતંકની ઘટના ચિંતાજનક છે. અમેરિકામાં તમામ પક્ષોને સંયમ દાખવવાનો અનુરોધ કરીને તુર્કીના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમો અમેરિકામા ંરાષ્ટ્રપ્રમુખની ચૂંટણીના પગલે જે ઘટનાઓ ઘટી છે તેને ચિંતા સાથે જોઇ રહ્યાં છીએ. અમે અમેરિકામાં તમામ પક્ષોને સંયમ અને શાણપણ દાખવવા અનુરોધ કરીએ છીએ.અમારુ માનવું છે કે અમેરિકા પરીપક્વતા દાખવીને આ આંતરીક રાજકીય સંકટને મહાત કરશે એવું વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું.તુર્કીના સંસદના સ્પીકર મુસ્તફા સેન્ટોપે ટ્વીટર પર અંગ્રેજીમાં લખીને જણાવ્યું હતું કે અમો ચિંતા સાથે અમેરિકાની ઘટનાઓ પર નજર રાખી રહ્યાં છીએ અને પક્ષોને શાંતિ જાળવવા અપીલ કરીએ છીએ.અમારુ માનવું છે કે કાયદા અને લોકતંત્ર સાથે સમસ્યાઓ હંમેશા ઉકેલી શકાય છે.તુર્કી તરીકે અમે હંમેશા કાયદા અને લોકતંત્રની તરફેણ કરી છે અને અમે દરેકને તેની ભલામણ કરીએ છીએ. રાષ્ટ્ર પ્રમુખના પ્રવક્તા ઇબ્રાહીમ કાલીને પણ ટ્વીટ કરીને જણાવ્યુ ંહતું કે અમેરિકાના પાટનગરની ઘટના ચિંતાજનક છે.તુર્કીશ પ્રેસિડેન્સીના કોમ્યુનિકેશન ડાયરેક્ટરે લખ્યું છે કે અમારુ માનવું છે કે અમેરિકામાં શક્ય એટલી જલ્દી લોકતંત્ર કાર્યાન્વિત થશે. અમેરિકા, કેનેડા અને ન્યૂઝિલેન્ડના વડા પ્રધાન સહિત વિશ્વના અનેક નેતાઓએ અમેરિકામા ંલોકશાહીની હત્યા પર ઉગ્ર પ્રતિક્રિયા આપી હતી.
Recent Comments