(એજન્સી) તા.૧૦
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વ્હાઈટ હાઉસમાંથી હટવાથી ઈઝરાયેલના કબજાવાળા પેલેસ્ટીયનો માટે રાહત થશે, દેશના નેતાઓએ રવિવારે જણાવ્યું. પેલેસ્ટીનના રાષ્ટ્રપતિ મહેમુદ અબ્બાસના વિશેષ કૃત નબીલ શાથે જણાવ્યું કે ટ્રમ્પ પ્રશાસન પેલેસ્ટીનીઓ માટે સૌથી ખરાબ હતું. અમારા માટે આ ટ્રમ્પથી છુટકારો મેળવવા માટે એક લાભ છે. જો કે અમે પેલેસ્ટીન કારણ વૃતિ અમેરિકાના વલણમાં એક જરૂરી રાજનૈતિક પરિવર્તનની આશા નથી કરતા. પેલેસ્ટીન લિબરેશન ઓર્ગેનાઈઝેશનની કાર્યકારી સમિતિના એક વરિષ્ઠ સભ્ય હનાન અશરવીએ અમેરિકાની અંદર અને બહાર સંતુલનને ફરીથી સમાયોજીત કરવાનું આહવાન કર્યું. પેલેસ્ટીન રાષ્ટ્રીય પહેલના મહાસચિવ મુસ્તફા બરગોરીએ અમેરિકન ચૂંટણી પરિણામો વિશે પ્રસન્નતા વ્યકત કરી અને જણાવ્યું કે ટ્રમ્પ આધુનિક સમયમાં સૌથી ખરાબ અમેરિકન સભ્યતાનો સામનો કરવો પડયો. ટ્રમ્પના આંતરરાષ્ટ્રીય સંબંધો અને રાજકારણને તોડી નાખ્યું તથા કથિત ડીલ ઓફ ધ સેન્ચુરી તે સૌથી ખરાબ કામ હતું જે તેમણે પેલેસ્ટીનીઓ માટે કર્યું હતું. પેલેસ્ટીન પ્રતિરોધનો ભાગ મુજાહિદ્દીન આંદોલને પણ ચૂંટણી પરિણામો પર ટિપ્પણી કરી અને જણાવ્યું કે ટ્રમ્પનું પતન તે તમામ સિસ્ટમોના પતન સમાન હતું. જેમણે પોતાના જ લોકો અને પેલેસ્ટીયનને દગો આપ્યો છે.