અમદાવાદ, તા.ર૧
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તા.ર૪ ફેબ્રુઆરીએ અમદાવાદ આવવાના છે તેઓ ગાંધી આશ્રમની સંભવિત મુલાકાત લઈ શકે તેમ છે. ત્યારે ગાંધી આશ્રમની આસપાસની રેસ્ટોરેન્ટ હોટલો-દુકાનો તા.ર૪ ફેબ્રુઆરીના રોજ બંધ રાખવાનું ફરમાન પોલીસે કર્યું છે.
રાણીપ પોલીસ દ્વારા કરાયેલા ફરમાનમાં જણાવાયું છે કે, તા.ર૪/ર/ર૦ર૦ના રોજ સાબરમતી ગાંધી આશ્રમ અમદાવાદ શહેર ખાતે ખૂબ જ અગત્યના પ્રોટેક્ટિવ/વીવીઆઈપી/વીઆઈપી તથા અન્ય મહાનુભાવો મુલાકાતે આવવાના છે. જેથી આપની હોટલ/રેસ્ટોરેન્ટ/ગેસ્ટહાઉસ/દુકાન/સ્ટોર જે તા.ર૪/ર/ર૦ર૦ના રોજ પોલીસ બંદોબસ્ત પૂર્ણ ના થાય ત્યાં સુધી બંધ રાખવા સારૂ આ નોટિસ આપી લેખિતમાં જાણ કરવામાં આવે છે.