અમદાવાદ, તા.૨૧
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત યાત્રા પર આવી રહ્યા છે, ત્યારે ટ્રમ્પની સાથે તેમની કોર ટીમના ૮ એનઆરઆઈ સભ્યોને પણ સાથે લાવી રહ્યા હોવાનું જાણવા મળે છે. આ કોર ટીમના સભ્યો સીધા જ દિલ્હી પહોંચે તેવી શક્યતા છે, જ્યાં તેઓ વેપાર વાણિજ્યના પ્રતિનિધિઓથી માંડીને કેટલાક ખાસ લોકો સાથે બેઠકો કરશે.
ટ્રમ્પ સાથે ભારત યાત્રા પર આવનારી કોર ટીમના એનઆરઆઈ સભ્યોમાં પરમાણુ ઉર્જા વિભાગના નાયબ પ્રધાન રીટા બરણવાલ, એશિયાઇ અમેરિકી અને પેસિફિક આઈલેન્ડર્સ સલાહકાર પંચના સભ્ય પ્રેમ પરમેશ્વરન, ટ્રેઝરી ફોર ફાયનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂટ્‌સના જોઈન્ટ સેક્રેટરી બિમલ પટેલ, બ્યુરો ઓફ ઇકોનોમિક એન્ડ બિઝનેસ અફેર્સના જોઈન્ટ સેક્રેટરી મનિષા સિંહ, ફેડરલ કોમ્યુનિકેશન કમિશનના ચેરમેન અજીત પાઇ, સેન્ટર ફોર મેડિકેર એન્ડ મેડિકેડ સર્વિસિઝના ચેરમેન સીમા વર્મા, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સભ્ય અને ટ્રમ્પના મહત્વના સલાહકાર કાશ પટેલ અને મેન્ટલ હેલ્થ સર્વિસિઝ સાથે સંકળાયેલા શિવાંગી સંપત જોડાય તેવી શક્યતા છે.