(એજન્સી) વોશિગ્ટન, તા. ૫
ટ્રંપનું અપ્રુવલ રેટિંગ ફરી વાર તેમના સૌથી ખરાબ સ્તરે પહોંચ્યું છે. બે નવા પોલના તારણો અનુસાર ટ્રંપના રાષ્ટ્રપતિ બન્યાં બાદ તેમનું અપ્રુવલ રેટમાં લગાતાર ઘટાડો જોવા મળી રહ્યો હતો અને એક તબક્કે તો તે સૌથી ખરાબ હદે પહોંચ્યું. વ્હાઈટ હાઉસમાં ગન કન્ટ્રોલ અને સિક્યુરીટી ક્લીરન્સ માટે વધી રહેલી સક્રિયતાની વચ્ચે આ સર્વે કરવામાં આવ્યાં હતા. સર્વેમાં માલૂમ પડ્યું છે કે ગન કલ્ચર માટે કડક કાયદો લાવવાના ટ્રંપની તરફેણને કારણે તેઓ બિનલોકપ્રિય બન્યાં છે. ટ્રંપના ગન મુદ્દેના વલણ અને તેમના અસભ્ય વર્તન અને નીતિઓથી અમેરિકન નાખુશ છે. કેટલાક કારણોસર ટ્રંપને લાગી રહ્યું છે કે ઘમંડી વલણ અપનાવીને તેઓ અમેરિકામાં છવાઈ જશે. પરંતુ તેઓ જાણતા નથી કે તેમની પહેલાના ઘણા ઘમંડી લોકો દયનીય હાલતમાં ગુજરી ગયાં છે. ઈતિહાસમાં તેમના નામો નોંધાયેલા છે.
ભૂમિકામાં ઘટાડો : વ્હાઈટ હાઉસમાં જારેડ કુશનેર અને ઈવાંનકા ટ્રમ્પનું ભાવિ અનિશ્ચિત

(એજન્સી) વોશિગ્ટન, તા. ૫
વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રપતિ ટ્રંપની પુત્રી ઈવાંનકા ટ્રંપ અને તેમના પતિ જારેડ કુશનેરનું માન ઘટ્યું છે. તેમના બન્નેના ભાવી પર પ્રશ્રાનચિન્હ ખડું થયું છે. વોશિગ્ટનમાં તેમણે બન્નેએ જર્મન ચાન્સેલર એન્જેલા માર્કેલની સાથે સંયુક્ત ન્યૂઝ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. ટ્રંપના જમાઈ કુશનેરનું વગ વ્હાઈટ હાઉસમાંથી ઘટી ગઈ છે. તેઓ રશીયન તપાસની રડારમાં રહ્યાં છે. તેમના કારોબારી સંબંધો પણ તપાસને પાત્ર બન્યાં છે. તેમને ટોચની સિક્યુરીટી મંજૂરીમાંથી બાકાત રાખવામાં આવ્યાં છે. ટ્રંપ પણ તાજેતરની એક ટીપ્પણીમાં આ અંગેનો ઈશારો કર્યો હતો. અમેરિકી અખબારોમાં કુશનેરના બિઝનેશ સંબંધિત જે નકારાત્મક હેડલાઈન પ્રસિદ્ધ કરવામાં આવી હતી તે અંગે ટ્રંપ ખેદ કર્યો હતો. સાથે તેમણે કહ્યું પણ હતું કે મને લાગે છે કે કુશનેરની સામેના ઘણા હુમલાઓ અનુચિત છે. સાથે તેમણે બળાપો વ્યક્ત કર્યો હતો કે તેમની દિકરી અને જમાઈ આવા ખરાબ સમયમાથી પસાર થઈ રહ્યાં છે. ટ્રંપે કહ્યું કે મને લાગે છે કે કુશનેરની સાથે અણછાજતો અને અયોગ્ય વ્યવહાર કરવામાં આવ્યો છે. કુશનેર ઉચ્ચ ગુણવત્તા ધરાવતા વ્યક્તિ છે. છેલ્લા એક મહિનામાં કુશનેરની મુશ્કેલીમાં વધારો થયો છે. વ્હાઈટ હાઉસનાપ્રેસ સચિવની સામે તેમના બન્નેની ગાળાગાળીના આક્ષેપો કરવામાં આવ્યાં છે.