(એજન્સી) તા.ર૩
જે રીતે અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી કોંગ્રેસની સભ્ય અશ્વેત મહિલાઓને સલાહ આપી હતી કે તમે જે દેશથી આવી છો ત્યાં પાછી જતી રહો અને ભારતમાં હિન્દુવાદી સંગઠનોના સભ્યો દ્વારા જે રીતે વિરોધ કરનારા લોકોને પાકિસ્તાન જવાની સલાહ આપી દેવામાં આવી રહી છે તેમાં અનેક સમાનતા રહેલી છે. અમેરિકામાં તમારી ત્વચાનો રંગ શું છે એ સૌથી મોટો મુદ્દો છે. અમેરિકામાં શ્વેત વર્ચસ્વવાદીઓનું વધારે મહત્ત્વ છે. જોકે ભાજપના સમર્થકોમાં લઘુમતી વિરોધી ભાવનાઓ, દેશભક્તિ મામલે શંકાસ્પદ વલણ ખાસ જોવા મળે છે.
આ બંને પર નજર કરીએ તો આ બંને માટે લક્ષ્ય એક જ દેખાય છે કે દેશવિરોધી લોકોને મોથ ઈટન કહેવાય છે. આ શબ્દ મોહમ્મદ અલી ઝિણાએ વાપર્યો હતો.
આ એક ગુનો છે જેના માટે સંઘ પરિવારે જે મુસ્લિમો અહીં ભારતમાં ટકી ગયા તેમને માફ કર્યા નથી. ન તો એ હિન્દુઓને સંઘ પરિવારે માફ કર્યા જેઓ અહીં ટકી ગયેલા મુસ્લિમો પ્રત્યે ઉદારવાદી રહ્યા અને જેઓ કહેતા હતા કે દેશના સંસાધનો પર તેમનો પહેલો અધિકાર છે. અમેરિકામાં પણ રંગભેદનો મામલો સૌથી ટોચે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ ખાસ કરીને આ જ મુદ્દાને વધારે ચગાવે છે અને તેમની આ જમણેરી પાંખવાળી વિચારધારા દેશમાં દેખાઈ આવે છે.
રાજકીય વિશ્લેષકો આ મામલે કહે છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ જમણેરી પાંખના સમર્થકોને એકજૂથ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે કે જેથી કરીને તે આગામી વર્ષે યોજાનાર અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની ચૂંટણીમાં ફરી વિજયી બની શકે. જોકે અશ્વેત મહિલાઓ વિરુદ્ધ તેમની ટિપ્પણી કદાચ તેમના માટે મુશ્કેલી પણ સર્જી શકે છે.