(એજન્સી) તા.ર૦
સીરિયન વિદેશ મંત્રાલયે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આ કહેવા માટે ઝાટકણી કાઢી છે કે તે રાષ્ટ્રપતિ બશર અલ-અસદની હત્યા કરવા ઈચ્છે છે.
આ પહેલા મંગળવારે ટ્રમ્પે સ્વીકાર કર્યો કે તે ર૦૧૭માં રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરવા માટે અલ-અસદની હત્યા કરવા ઈચ્છતા હતા.
સીરિયન વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ટ્રમ્પની ટિપ્પણી સ્પષ્ટ રીતિ બેદરકાર રાજનીતિક વિચાર અને વ્યવહારના સ્તરને દર્શાવે છે. જે માટે અમેરિકન તંત્ર ઊતરી ચૂક્યું છે.
નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ટ્રમ્પની ટિપ્પણી માત્ર ‘‘ડાકુઓના શાસનોને પોતાના લક્ષ્યો સુધી પહોંચવા માટે અપરાધ’’નો ઉપયોગ કરી પ્રતિબંધિત કરી શકે છે. જેનાથી ટ્રમ્પનું આ પ્રકારનું પગલાનું પ્રવેશ સમર્થન કરે છે કે અમેરિકન તંત્ર એક દુષ્ટ રાજ્ય છે. સીરિયન મંત્રાલયે અમેરિકન તંત્ર પર વિસ્તારમાં પોતાના હિતોને મેળવવા માટે કોઈ પણ કાયદાકીય અથવા માનવીય નિયમોને ધ્યાનમાં રાખ્યા વિના હત્યા અને હત્યા જેવા આતંકવાદી સમૂહો તરીકે એક જ રણનીતિનો પીછો કરવાનો આરોપ લગાવ્યો.