(એજન્સી)                                                       તા.પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બૈરૂતમાં મંગળવારે થયેલા ભયંકર વિસ્ફોટને એક શકય હુમલા તરીકે વર્ણવ્યો છે, લેબેનીઝ નેતાઓના નિવેદનો છતાં કે આ વિસ્ફોટ ખૂબ જ વિસ્ફોટક પદાર્થોના લીધે થયો હતો. જે પાટનગરના વેરહાઉસમાં વર્ષોથી પડી રહ્યું હતું. યુએસ, લેબેનોનને સહાય કરવા તૈયાર ઊભું છે. ટ્રમ્પે એક સંક્ષિપ્ત  નોંધમાં મંગળવારના વિસ્ફોટના સંબંધમાં કહ્યું હતું જેમાં ૭૮ લોકો માર્યા ગયા હતા અને હજારો ઈજાગ્રસ્ત થયા હતા. આ એક ભયંકર હુમલા જેવું દેખાય છે. જ્યારે પછીથી તેમને વિસ્ફોટના પ્રકાર વિશે પૂછવામાં આવ્યું તો ટ્રમ્પે કહ્યું તે કેટલાક યુએસ સેનાપતિઓને મળ્યા હતા. જેમને  લાગતું હતું કે આ વિસ્ફોટ કોઈ દારૂખાનાબનાવવાની જગ્યાએ  થયેલો વિસ્ફોટનો પ્રકારનો બનાવ નથી. ટ્રમ્પે પત્રકારોને કહ્યું કે કેટલાક અનામી સેનાપતિઓના મુજબ તેમને લાગતું હતું કે આ એક પ્રકારનો હુમલો હતો. એક પ્રકારનો બોમ્બ હતો. બે યુએસ અધિકારીઓએ નામ ન જણાવ્યાના શરતે કહ્યું કે તે અસ્પષ્ટ હતું કે ટ્રમ્પે આ માહિતી કયાંથી મળી હતી. પણ પ્રારંભિક માહિતી મુજબ એવું દેખાતું ન હતું કે વિસ્ફોટ કોઈ પ્રકારનો હુમલો હતો. અધિકારીઓઅ. કહ્યું કે લેબેનીઝ નેતાઓએ જાહેર કરેલી માહિતી જ હકીકતની નજીક છે. આ વિશે અત્યારે કંઈપણ કહેવું વહેલું છે અને સમય જતા માહિતી બદલાઈ શકે છે. લેબેનોનના રાષ્ટ્રપતિ મિશેલ આઉને કહ્યું કે  ર,૭પ૦ ટન એમોનિયમ નાઈટ્રેટ છ વર્ષથી બંદર ઉપર વેરહાઉસમાં સંગ્રહિત કરવામાં આવેલું છે. કોઈ પણ જાતના સલામતીના પગલા લીધા વગર જે અસ્વીકાર્ય છે. પ્રધાનમંત્રી હસ્સાન દિયાબે દેશને સંબોધતા એક ટેલિવિઝન ભાષણમાં કહ્યું કે આ જીવલેણ વિસ્ફોટની જવાબદારી થશે જે ભયંકર રીતે વેરહાઉસમાં જોખમી રીતે થયું હતું.