(એજન્સી) તા.૧૫
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોંગ્રેસમાં સામેલ પહેલી બે મુસ્લિમ મહિલાઓ પૈકી એક ઈલહાન અબ્દુલ્લાહી ઉમર દ્વારા કરાયેલી ટિપ્પણી પર માગેલી માફીને નકામી ગણાવતાં તેમના રાજીનામાની માગણી કરી હતી. મિનેસોટાનું પ્રતિનિધિત્વ કરનાર ઈલાહાને અમેરિકી ઈઝરાયેલ પબ્લિક અફેર્સ કે પછી એઆઈપીએસીની આકરી ટીકા કરી હતી. તેમણે ૧૦૦ ડોલરની નોટ માટે બોલચાલની ભાષાનો ઉપયોગ કરતા કહ્યું હતું કે આ બેન્જામિન બેબી વિશે છે. ઉમરે એક રિપબ્લિકન ટીકાકારને જવાબ આપતાં બેન્જામિન ફ્રેન્કલિનની તસવીર ધરાવતી ૧૦૦ ડોલરની નોટનો ઉલ્લેખ કરતાં આ ટિપ્પણી કરી હતી. અમેરિકી રાષ્ટ્રપતિએ તેને ભયાવહ ગણાવી હતી. તેમણે કહ્યું કે મને લાગે છે કે તેમણે કાં તો કોંગ્રેસ કે હાઉસ ફોરેન અફેર્સ સમિતિમાંથી રાજીનામું આપી દેવું જોઇએ. જોકે હવે ટ્રમ્પની ટિપ્પણીનો જવાબ આપતાં ઈલહાન ઉમરે ટિ્‌વટ કરી હતી કે હાય, ડોનાલ્ડ ટ્રમ્પ, તમે તમારા જીવનમાં હંમેશા ઘૃણા ફેલાવતા રહ્યા છો. પછી ભલે તે યહૂદી, મુસ્લિમ, ઈન્ડિજિનિયસ, વસાહતી કે પછી અશ્વેત અમેરિકી કેમ ના હોય. મારા શબ્દોની લોકો પર જે અસર થઈ તેનાથી હું ઘણું શીખી છું. તમે ક્યારે શીખશો? ઓમરે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે મારો ઉદ્દેશ્ય બંધારણ કે યહૂદી અમેરિકીઓને આંચકો આપવાનો નહોતો. ટ્રમ્પ મારી માફીને પણ નકામી ગણાવી રહ્યાં છે. આ ખોટું છે. ઉલ્લેખનીય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ઈલહાને જે વાત કહી તે વાત તેમના મનમાં ઊંડે સુધી ઉતરી ગઈ છે.તેમણે કહ્યું કે ઉમરની માફી નકામી છે. ઉમરે માફી માગતા કહ્યું હતું કે યહૂદી અમેરિકીઓ સહિત હું કોઈની લાગણીને દુભાવવા માગતી નહોતી. અમેરિકાના રાષ્ટ્રપતિ પેન્સએ પણ તેમના નિવેદનની ટીકા કરી હતી.