(એજન્સી) તા.ર૩
ગુરૂવારે માનવઅધિકાર સંસ્થા એમનેસ્ટી ઈન્ટરનેશનલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ધૃણાસ્પદ રાજનીતિનો આક્ષેપ લગાવ્યો હતો. આ સંસ્થાએ સાથે આ પણ કહ્યું હતું કે, એમની નીતિઓ અમેરિકા સાથે દુનિયાભરમાં માનવાઅધિકારોના હનન માટેના એક નવા યુગનું પરિમાણ છે. માનવાઅધિકાર સંસ્થાએ વોશિંગ્ટનમાં આયોજિત એક કાર્યક્રમમાં જાહેર કરવામાં આવેલા તેના વાર્ષિક રિપોર્ટમાં કહ્યું હતું કે, ટ્રમ્પ જે પગલાં લે છે તેનાથી દેશ અને વિદેશમાં માનવાધિકારોનું હનન થાય છે. માનવાધિકારો વિશે વિપરીત દિશામાં લેવામાં આવતા તેમના પગલાં અન્ય સરકારો માટે એક ખતરનાક ઉદાહરણ છે. એમનેસ્ટી એ તેના રિપોર્ટ વિશ્વમાં માનવાધિકારોની સ્થિતિમાં કહ્યું કે વૈશ્વિક નેતાઓ આવા દુર્વ્યવહારો રોકવામાં નિષ્ફળ ગયા છે. જેવી રીતે મ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લિમોના કિસ્સામાં થયું. મીડિયા રિપોર્ટ પ્રમાણે એમનેસ્ટીએ ટ્રમ્પને ઈજિપ્ત, રશિયા, ચીન, ફિલિપાઈન્સ અને વેનેઝુએલાના નેતાઓના જૂથમાં રાખ્યા હતા. એમનેસ્ટી પ્રમુખ અલિલ શેટ્ટીએ કહ્યું હતું કે, હવે વિશ્વમાં ઘૃણા અને ભયનું વ્યાપક વાતાવરણ ઉત્પન્ન થઈ ગયું છે અને ફકત કેટલીક જ સરકારો આવા મુશ્કેલ સમયમાં માનવાધિકારની પડખે ઊભી રહે છે. એમનેસ્ટીના રિપોર્ટમાં ટ્રમ્પના યાત્રા પ્રતિબંધના આદેશને એક સ્પષ્ટ ઘૃણાસ્પદ પગલું ગણવામાં આવ્યું છે.