(એજન્સી) તા.૧૬
યુ.એસ.ના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મેકમાસ્ટરને બદલવાનો નિર્ણય કર્યો છે. પરંતુ એક અગ્રણી અમેરિકન સમાચારપત્રના અહેવાલ પ્રમાણે આ પગલું તરત નહીં લેવામાં આવે.
પાંચ લોકોને આ વિશેની માહિતી છે એવું દાવો કરવા સમાચારપત્રે કહ્યું હતું કે, ટ્રમ્પ ઘણી બધી બદલીઓ કરવા માટે વિચારી રહ્યા છે. ગુરૂવારે ટ્રમ્પે સેક્રેટરી ઓફ સ્ટેટ રેક્સ ટિલરસનની હકાલપટ્ટી કરી હતી અને પ્રમુખે સંકેતો આપ્યા હતા કે હાલના દિવસોમાં વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની થઈ રહેલી ફેરબદલી રોકવામાં આવશે નહીં. સમાચારપત્રના અહેવાલ પ્રમાણે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મેકમાસ્ટરને ત્યાં સુધી નહી હટાવવામાં આવે જયાં સુધી ટ્રમ્પને આ પદનો યોગ્ય દાવેદાર મળી જતો નથી. ટ્રમ્પનો મેકમાસ્ટર સાથે અંગત મનમેળ નથી અને તેમણે તાજેતરમાં જ વ્હાઈટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ જ્હોન કેલીને જણાવ્યું હતું કે તે મેકમાસ્ટરની બદલી કરવા ઈચ્છે છે ટ્રમ્પની ફરિયાદ છે કે ત્રણ તારાંકિત સૈન્ય જનરલ મેકમાસ્ટર ઘણા કડક સ્વભાવના છે અને તેમની સંક્ષિપ્ત નોંધે ઘણી લાંબી અને સુપ્રસ્તુત હોય છે મેકમાસ્ટર ટ્રમ્પ કાર્યક્રમમાં બીજા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે. તેમની પહેલાંના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મિશેલ કલિનને ર૦૧૭માં બરતરફ કરવામાં આવ્યો હતો.