અમદાવાદ, તા. ર૦
રાજ્યમાં હાઈકોર્ટની ટકોર પછી રાજ્ય સરકાર અને પોલીસ એક્શનમાં આવી ગઇ છે. છેલ્લા ઘણા સમયથી અલગ-અલગ વિષયો પર ટ્રાફિક ડ્રાઇવો ચાલી રહી છે. ત્યારે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શુક્રવાર અને શનિવારના રોજ રોંગ સાઇડ ટ્રાફિક ડ્રાઇવ કરવામાં આવી હતી. રોંગસાઇડ ગાડી ચલાવતા લોકોને પોલીસે આજે દંડ્યા હતા.રાજ્યની ટ્રાફિક પોલીસનું કહેવું છે કે, રોંગ સાઇડમાં વાહન હંકારવાથી અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, જેના કારણે અનેક નિર્દોષ લોકો મોતને ભેંટ્યા છે. આજે તેને લઇને ટ્રાફિક પોલીસે રોંગ સાઇડ ડ્રાઇવ યોજી હતી. જેમાં જે લોકો રોંગ સાઈડમાં વાહન ચલાવી રહ્યા હોય તે લોકોને ૧૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે.
ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર સામે દંડ કરવામાં આવશે અને જે વ્યક્તિ દંડ ન ભરી શકે તે લોકોના વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હતા. એટલું જ નહિ પણ હવે પછી જો ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરનારાઓ અને રોડ પર રોંગ સાઈડ પર વાહન ચલાવવા વિરુદ્ધ ગુનો પણ દાખલ થશે.