(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૯
શહેરના રોજ પર ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓને હવે પોલીસ માત્ર રસ્તા વચ્ચે ઉભા રહીને જ નહીં પકડે પણ પીછો કરીને પણ પકડી શકશે. પોલીસ પાસે પણ હવે સ્પોટ્‌ર્સ બાઈક આવી ગઈ છે. ટ્રાફિક પોલીસ પણ હવે પાંચ નવી સુઝુકી જીક્સર એસએફ ૨૫૦ આવી ગઈ છે. ગુરૂવારે શહેર પોલીસ કમિશનર આર.બી. બ્રહ્મભટ્ટના હસ્તે આ પાંચ જીક્સ સ્પોટ્‌ર્સ બાઈકને લીલીઝંડી આપવામાં આવી છે. સુઝુકી કંપની દ્વારા સુરત શહેર પોલીસને આપવામાં આવેલા પાંચ બાઈકો રસ્તામાં જા કોઈ વાહનચાલક ટ્રાફિકના નિયમોનો ભંગ કરીને ભાગી છૂટે ત્યારે તેનો પીછો કરી તેને પકડશે.