(એજન્સી) નવી દિલ્હી, તા.૯
એનસીપી નેતા અને લોકસભા સાંસદ સુપ્રિયા સુલેએ ટ્રિપલ તલાક બિલના સંભવત દુરૂપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. નેશનલ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારની પુત્રી સુપ્રિયાએ જણાવ્યું કે, સુપ્રીમકોર્ટના જણાવ્યાનુસાર દહેજપ્રથા કાયદાનો દુરૂપયોગ થઈ રહ્યો છે અને તેમાં તાત્કાલિક ધરપકડની જરૂર હોવી જોઈએ નહીં તો શું ટ્રિપલ તલાકના કિસ્સામાં આપણે આનું પુનરાવર્તન નહીં થાય તેવો વિશ્વાસ કરી શકીએ ? તેમણે જણાવ્યું કે આ મુદ્દે ચર્ચા-વિચારણા થવી જોઈએ. લોકસભામાં ટ્રિપલ તલાક બિલ અંગેની ચર્ચામાં સુપ્રિયાએ આ ચિંતા વ્યક્ત કરી હતી જેનો વીડિયો જોવા લાયક છે.