(એજન્સી) તા.૧૩
સોશિયલ મીડિયામાં ઈંર્મ્અર્ષ્ઠંં્‌ટ્ઠહૈજરૂ ટ્રેન્ડ થયા પછી ટાટા ગ્રુપની જાણીતી જવેલરી બ્રાન્ડ તનિષ્કે તેની જાહેરાત પાછી ખેંચી હતી. ગયા અઠવાડિયાથી પ્રસારિત થઈ રહેલી આ જાહેરાત સાથે કેટલાક યુઝર્સે વાંધો ઉઠાવતા દલીલ કરી હતી કે તે લવ-જીહાદને પ્રોત્સાહન આપે છે આ જાહેરાતમાં દર્શાવવામાં આવ્યું છે કે એક ગર્ભવતી મહિલાની ખોળો ભરવાની વિધિ ચાલી રહી છે. આ ગર્ભવતી મહિલા તેની સાથે રહેલી બુઝુર્ગ મહિલા કે જે તેની સાસુ છે તેને પૂછે છે કે આ વિધિ તમારા ઘરમાં ન યોજાઈ શકે. ત્યારે દુપટ્ટો ઓઢેલી બુઝુર્ગ મહિલા જવાબ આપે છે શું દરેક ઘરમાં દીકરીઓને ખુશ રાખવાની પરંપરા નથી હોતી. જો કે હવે આ જાહેરાતને યુ-ટયુબ પરથી પણ પાછી ખેંચી લેવામાં આવી છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ આ જાહેરાતથી ખુશ નથી. પોતાને ભાજપના સભ્ય ગણાવતા ખેમચંદ શર્માએ લખ્યું હતું કે, તનિષ્ક જવેલરી તમે શા માટે મુસ્લિમ પરિવારમાં હિન્દુ વધૂ બતાવી તેનું મહિલા મંડન કરો છો ? તમે શા માટે હિન્દુ પરિવારમાં મુસ્લિમ વધૂ દર્શાવતા નથી ? એવું લાગે છે કે તમે લવ-જીહાદને પ્રોત્સાહન આપી રહ્યા છો. બીજી તરફ કોંગ્રેસના નેતા શશી થરૂરે આ જાહેરાતના બહિષ્કારની હાકલ સામે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે હવે હિન્દુત્વવાદી ધર્માંધો હિન્દુ-મુસ્લિમ એકતાને દર્શાવનારી આ સુંદર જાહેરાતનો બહિષ્કાર કરવાની હાકલ કરી રહ્યા છે જો હિન્દુ-મુસ્લિમ એકતાથી તેમને આટલી સમસ્યા હોય તો પછી તેઓ ભારતનો જ બહિષ્કાર કેમ નથી કરતા જે સમગ્ર વિશ્વમાં હિન્દુ-મુસ્લિમ એકતાનું સૌથી જૂનો પ્રતીક છે.