સિડની,તા.૧પ
ભારતના આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમ્યાન બિગબેશ લીગ (બીબીએલ)ની દસમી ટુર્નામેન્ટ પણ રમાશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બુધવારે દેશની આ મુખ્ય ટ્‌વેન્ટી-ર૦ ટુર્નામેન્ટના ૬૧ મેચોનો કાર્યક્રમ પણ જાહેર કર્યો. આ કાર્યક્રમ અનુસાર ત્રણ ડિસેમ્બરે એડીલેડ ઓવલમાં એડીલેડ સ્ટ્રાઈકર્સ અને મેલબોન રેનેગેડ્‌સ વચ્ચે રમાનારી મેચથી બીબીએલની શરૂઆત થશે. આ જ દિવસથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસ્બેનમાં પ્રથમ ટેસ્ટમેચ શરૂ થશે. બીબીએલની ફાઈનલ આગામી વર્ષે ૬ ફેબ્રુઆરીના રોજ રમાશે. મહિલા બીબીએલમાં પ૯ મેચ રમાશે અને તે ૧૭ ઓક્ટોબરથી ર૯ નવેમ્બર સુધી રમાશે. બિગબેશ લીગની ૧૦મી ટુર્નામેન્ટનો પ્રારંભ ત્રણ ડિસેમ્બરે થશે અને ફાઈનલ ૬ ફેબ્રુઆરીએ રમાશે.