કેપટાઉન, તા. ૨૩
ભારતીય ટીમ ત્રીજી અને નિર્ણાયક ટ્‌વેન્ટી-ર૦ મેચમાં શનિવારે દ.આફ્રિકા વિરૂદ્ધ ઉતરશે તો તેનો ઈરાદો અપ્સ-ડાઉનથી ભરેલા આ પ્રવાસનો વિજય સાથે શાનદાર અંત કરવાનો હશે ત્રણ મેચોની સિરીઝ હાલ ૧-૧થી બરાબર છે. ભારતે ન્યુલેડ્‌સમાં ક્યારેય ટ્‌વેન્ટી-ર૦ મેચ રમી નથી. અહીંયા ભારતની આ પ્રથમ ટ્‌વેન્ટી-ર૦ મેચ છે. જ્યારે દ.આફ્રિકાએ અહિયા આઠ ટ્‌વેન્ટી-ર૦ રમી પાંચ મેચ ગુમાવી છે તેને ર જીત ર૦૦૭ ટી-ર૦ વર્લ્ડકપમાં મળી અને દ્વિપક્ષીય સિરીઝમાં એકમાત્ર જીત ર૦૧૬માં ઈગ્લેન્ડ વિરૂદ્ધ મળી હતી. દ.આફ્રિકાએ બતાવી દીધુ કે ટી-ર૦ ફોર્મેટ તેને વધારે માફક આવે છે. ગત મેચમાં ડ્યુમીનીના નેતૃત્વમાં ટીમે રણનીતિ પર અમલ કર્યા. હવે જોવું પડશે કે દ.આફ્રિકા ભારતીય બોલરો પર દબાણ બનાવવા શું કરે છે. ભારતીય ટીમમાં બુમરાહ સ્નાયુ ખેચાઈ જવાના કારણે બહાર રહ્યો હતો હજુ પણ તેનું રમવું નક્કી નથી. બોલિંગમાં ઉનડકટ અને ચહલ ઘણા મોંઘા સાબિત થયા છે. કોહલી અક્ષર પટેલને મેદાનમાં ઉતારી શકે છે. બુમરાહ રમશે તો ઉનડકટ બહાર થઈ શકે છે.